આર્યન ખાનની મુશ્કેલી વધીઃ અરબાઝ સાથે સોશિયલ મીડિયામાં કરેલી ચેટની વિગતો કોર્ટમાં કરાઈ રજૂ
મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાના દીકરા આર્યન ખાનને અહીં 20મી ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડે તેવી શકયતા છે. ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં તેની જામીન અરજીના કેસમાં ચુકાદો કોર્ટે અનામત રાખ્યો છે. એનસીબીએ આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. પોલીસે આર્યન ઉપર ડ્રગ્સ ચેટ, ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર સાથેના કનેકશન અને ડ્રગ્સ ટ્રાફિટીંગ જેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં છે.
આર્યન ખાનની વોટ્સએપ ચેટના આધાર ઉપર 3 મુદ્દા ઉપર રજૂઆત કરી હતી. અરબાઝ મર્ચન્ટ પાસેથી 6 ગ્રામ ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. જે અરબાઝ ઉપરાંત આર્યન માટે પણ હતો. બંને વચ્ચે સોશિયલ મીડિયામાં થયેલી વાતના પુરાવા રજૂ કર્યાં હતા. સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે, ધમાલ મચાવીશું. આર્યન ખાન કેટલાક વિદેશી નાગરિકોના સતત સંપર્કમાં હતો. સમગ્ર પ્રકરણાં બે વિદેશી નાગરિકો પણ ઝડપાયાં છે. આર્યની વોટ્સએપ ચેટમાં વધારે માત્રાનો ઉલ્લેખ કર્યો હતો. એનસીબીએ આર્યન સામે ડ્રગ્સની તસ્કરીનો પણ આરોપ લગાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક ક્રુઝમાંથી શાહરૂખ ખાનના દીકરા આર્યન સહિત કેટલાક વ્યક્તિઓની એનસીબીએ ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણની તપાસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન આર્યન ખાને જેલમાંથી મુક્તિ માટે કોર્ટમાં અરજી કરી છે. જેની ઉપર હાલ સુનાવણી ચાલી રહી છે. આર્યન ખાનને જાણીન મળે છે કે કેમ તે અંગે આગામી દિવસોમાં ખ્યાલ આવશે. એનસીબીની તપાસમાં હજું ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.