Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ફરીવાર ટેસ્ટિંગ માટેના ડોમ ઊભા કરાયા

Social Share

અમદાવાદ:  દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ વધુ છૂટછાટ લઈને કોરોનાને ભૂલી જતાં હવે અમદાવાદ સહિત શહેરોમાં કોરોનાના વધતા જતાં કેસને લઈને આરોગ્યવિભાગનું તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસે પણ માસ્ક પહેર્યા વિના ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMC દ્વારા પાછા કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી ઉભા કરાયા કરવામાં આવી રહ્યા છે. કોરોના કેસમાં ઉછાળો આવતા બીજી વેવ જેવી અમદાવાદની સ્થિતિ ન ઉદ્દભવે તેના માટે અમદાવાદમાં મનપાનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. પ્રશાસને કોરોના ટેંસ્ટીગ ટેન્ટ ઊભા કર્યા છે.

અમદાવાદ શહેરમાં ફરીથી કોરોના ટેસ્ટીંગ ડોમ લાગ્યા છે. જેમાં પાલડી એનઆઇડી વિસ્તારમાં તાત્કાલિક ટેસ્ટીંગ ટેન્ટ ઊભો કરાયો છે. કોરોનાના કેસ વધતાં ત્રીજી વેવની આશંકા સેવવામાં આવી રહી છે. જેના કારણે રાજ્યમાં તમામ મનપાની ટેસ્ટ વધારવા અને ડોમ ઉભા કરવા સૂચના અપાઈ છે. પ્રતિદિન 50 હજાર RT-PCR ટેસ્ટ કરવાની તંત્રની તૈયારીઓ શરૂ કરી છે. જાહેર સ્થળો જેવા કે બગીચા, મંદિર, મેળા, પ્રવાસન સ્થળો, એરપોર્ટ, રેલવે અને એસટી સ્ટેન્ડ પર સઘન ચેકીંગ વધારવા સૂચના આપી દેવામાં આવી છે.

શહેરમાં દિવાળીની ખરીદી અને ટુરિઝમ દરમ્યાન લોકોની બેદરકારી વધવાના કારણે અને લોકોએ હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી, પરંતુ હવે કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શનિવારે સમગ્ર રાજ્યમાં 39 કેસો નોંધાતા તંત્ર ફરીથી હરકતમાં આવી ગયું  હતું. અમદાવાદમાં એક દિવસમાં જ 10 નવા કેસ નોંધાતા તબીબોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં તંત્રએ પણ તમામ તૈયારી શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. (file photo)