Site icon Revoi.in

આજે દેશભરમાં ધામઘૂમ પૂર્વક ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર મનાવાશે, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની સખ્ત નજર રહેશે

Social Share

દિલ્હીઃ વિતેલા દિવસને શુક્રવારની સાંજે ચાંદના દિદાર બાદ દેશના તમામ વિસ્તારોમાં ઈદ-ઉલ-ફિત્ર શનિવારના રોજ મનાવવાની એલાન કરવામાં આવ્યું ત્યારે હવે રમઝાન માસ પુરો થતા આજરોજ દેશભરમાં ધામઘૂમ પૂર્વક ઈદની ઉજવણી કરવામાં આવેશે, 7 વાગ્યેને 10 મિનિટ આસપાસ તમામ મુસ્લિમ બિરાદરો ઈદની નમાજ અદા કરશે.

ઉલ્લેખનીય છે કે દેશના કેટલાક વિસ્તારો ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં અને દિલ્હી જામા મસ્જિદમાં ખાસ પોલીસની નજર રહેશે જેથી કરીને કોઈ ઘટના ન બને આ સાથે જ આ વખતે દરેક મુસ્લિમ બિરાદરોને રસ્તાઓ ઉપર કે મસ્જિદની બહાર નમાઝ અદા ન કરવાનું કહેવામાં આવ્યું છે.જેથી આજે મસ્જિદો ભરેલી જોવા મળશે.

આ વખતે પુરા 30 રોજા ન થતા 29 રોજા બાદ ઈદ મનાવવામાં આવી રહી છે,આ સહીત કાશ્મીરના જૂના શ્રીનગરમાં ઐતિહાસિક જામિયા મસ્જિદ ખાતે ત્રણ વર્ષ પછી રમઝાનના પવિત્ર મહિનાના છેલ્લા શુક્રવારે લોકો સામૂહિક નમાઝ પહેલા વઝૂ અદા કરતા જોવા મળ્યા હતા આજે ઈદની નમાઝ દરમિયાન અહી મોટી સંખ્યામાં  લોકો ઉપસ્થિત રહેશે.

આદનું એલાન થતાની સાથે અને ચાંદ નજર આવતા જ અનેક શહેરોની માર્કેટોમાં ભઆરે ભીડ જોવા મળી હતી,કેટલાક માર્કેટ રાત્રે મોડિ રાત સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા, દરેક જગ્યાએ ભીડ જોવા મળી હતી,