Site icon Revoi.in

યુક્રેન-રશિયા સંકટ વચ્ચે 1 લાખ જેટલા લોકોએ યુક્રેનથી સ્થળાંતર કર્યું

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી અમેરિકા તરફથી સતત દાવો કરવામાં આવી રહ્યો હતો કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર ભયાનક હુમલો કરી શકે છે, ત્યારે વિતેલા દિવસે આ વાત સાચી સાબિત થયેલી જોવા મળી રહી છે, રશિયાએ પોતાના સૈનિકો અને સેન્યવાહનોની ગતિ વધારીને યુક્રેન પર જે રીતે હુમલો કર્યો છે જે વિશ્વમાં હાલ ચર્ચાનો વિષય બન્યું છે.

ત્યારે હવે રશિયાના હુમલાના ભયના કારણે જ્યારથી રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે તે વાત ચર્ચામાં છે ત્યારથી જ લોકોએ યુક્રેન છોડી દેવાના પ્રયાસો કર્યા છે

યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ, ફિલિપો ગ્રાન્ડીએ ચેતવણી આપી હતી, “નાગરિક વસ્તી પર માનવતાવાદી પરિણામો આપત્તિજનક હશે. યુદ્ધમાં કોઈ વિજેતા નથી પરંતુ અસંખ્ય લોકો જાન ગુમાવશે”. શરણાર્થી એજન્સી યુક્રેનથી સ્થાળઆંતર કરનારાઓ માટે પડોશીઓ દેશને પોતાની  સરહદો ખુલ્લી રાખવા માટે કહી રહી છે. એજન્સીએ કહ્યું કે તે “બળજબરીથી વિસ્થાપનની કોઈપણ પરિસ્થિતિને પ્રતિસાદ આપવાના દરેકના પ્રયત્નોને સમર્થન આપવા” તૈયાર છે.

ત્યારે હવે આ બાબાતે યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે યુક્રેનમાંથી લગભગ 1 લાખ 0 લોકો વિસ્થાપિત થયા છે અને હજારો લોકો યુદ્ધ સંકટ વચ્ચે વિદેશ પહોંચી ગયા છે. યુએન શરણાર્થી એજન્સીએ આજે ​​યુક્રેનમાં ઝડપથી બગડતી પરિસ્થિતિ અંગે ચેતવણી આપી છે કારણ કે લોકો સલામતીની શોધમાં તેમના ઘર છોડીને ભાગી રહ્યા છે