Site icon Revoi.in

સુરત નજીક સિગ્નલ પોઈન્ટ જામ થતા રાજધાની સહિત 10 જેટલી ટ્રેનોને રોકવી પડી

Social Share

સુરત: મુંબઈ-વડોદરા વચ્ચે ટ્રેનોનો સારોએવો ટ્રાફિક રહેતો હોય છે.  સતત 24 કલાક ગુડઝ ટ્રેનોથી લઈને અનેક પેસેન્જર ટ્રેનો પસાર થતી હોય છે. ત્યારે સુરત નજીક સિગ્નલ પોઇન્ટ જામ થતાં 10 જેટલી ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર રોકવાની ફરજ પડી હતી. કીમ નજીક ટ્રેક પર ક્ષતિ સર્જાતા સમારકામ કરી સવા કલાક બાદ ટ્રેનો ફરી પૂર્વવત કરાઈ હતી. કોઈ ટ્રેનનો હેગિંગ પાર્ટ તૂટીને બે પાટા વચ્ચે ફસાઈ જતા સિગ્નલ જામ થતા રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ, ગરીબ રથ સહિત 10 જેટલી ટ્રેનો અલગ-અલગ સ્ટેશનો પર રોકવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, પરંતુ સુરતમાં ક્ષતિ સર્જાતા 10 જેટલી ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. વિવિધ સ્ટેશનોએ આ ટ્રેનોને રોકાવવાનો વારો આવ્યો હતો. ટ્રેકમાં ક્ષતિ સર્જાતા આ ટ્રેનોને રોકવાની ફરજ પડી હતી. જેના કારણે ટ્રેનમાં સવાર મુસાફરોમાં પણ ઉચાટ વધ્યો હતો. જોકે, ક્ષતિને કારણે રેવલે વિભાગની ટીમ દોડી આવી હતી અને તાત્કાલિક સમારકાર શરૂ કરવામાં આવ્યું હતું. આ ક્ષતિ દૂર કરતાં લગભગ સવા કલાક જેટલો સમય લાગ્યો હતો. ટ્રેનનો હેગિંગ પાર્ટ પાટા વચ્ચે ફસાઇ જતાં સિગ્નલ જામ થયો હતો. જેને કારણે ટ્રેનો રોકાઇ હતી.

આ 10 ટ્રેનોમાં રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ, ગરીબ રથનો પણ સમાવેશ થાય છે. ક્ષતિને કારણે ટ્રેનોને રોકાવવાની ફરજ પડી હતી. જેના લીધે ટ્રેનોના નિયત શેડ્યૂલમાં પણ ફેરફાર થયો હતો. સવા કલાક રેલવે સ્ટેશને રોકાયા બાદ ટ્રેનો તેમના નિયત ટાઇમ ટેબલ કરતાં મોડી ચાલી રહી હતી. જોકે, રેલવે તંત્ર દ્વારા સજાગ રીતે પગલાં લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક દોડી આવી ક્ષતિ દૂર કરી રેલવે વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.