Site icon Revoi.in

ગુજરાતમાં ભારે વરસાદને લીધે 103 જેટલા રોડ-રસ્તાઓ વાહન-વ્યવહાર માટે બંધ કરાયા

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં 103 જેટલા રોડ-રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જેમાં પોરબંદર જિલ્લામાં 13 રસ્તાઓ તેમજ નવસારી જિલ્લામાં 10 રસ્તાઓનો સમાવેશ થાય છે.

રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અનારાધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણીના ભરાવાની સ્થિતિનું નિર્માણ થયુ છે. નવસારી શહેર-જિલ્લામાં પણ અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ સિવાય ઉપરવાસમાં સતત વરસાદને પગલે જિલ્લામાં 12 અલગ-અલગ રસ્તા ઉપર પાણી ફરી વળતાં વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

ભારે વરસાદના કારણે ગુજરાતમાં 103 રોડ સહિત 3 સ્ટેટ-હાઈવે બંધ છે.હાલમાં વરસાદી સ્થિતિને જોતા જૂનાગઢના 2 અને પોરબંદરનો 1 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય 99 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવાયા છે  જૂનાગઢમાં કુલ 44 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક રસ્તાઓ બંધ કરી દેવાતા લોકો ફરીને જવા મજબૂર બન્યા છે, તો સાથે વાહનચાલકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે  રસ્તાઓ પર પાણી ઉતરી રહ્યા છે. પાણી ઉતરતા જ રોડ પર વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવશે. નવસારીમાં આજે મેધરાજાએ વિરામ લેતા રોડ-રસ્તાઓ પર ભરાયેલા પાણી ઉતરી રહ્યા છે. એટલે પાણી ઉતરી ગયા બાદ રોડ પર વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવશે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ પર ભરાયેલા ફાણી ઉતરી ગયોના વાવડ મળ્યા છે.