સિદ્ધુ મૂસેવાલા કેસમાં જોડાયેલા સ્પેશિયલ સેલના 12 જેટલા અધિકારીઓને અપાઈ Y કેટેગરીની સુરક્ષા
- સિદ્ધુ મૂસેવાલા કેસને લઈને મોટી અપડેટ
- ધમકી બાદ કેસ સાથે જોડાયેલા સ્પેશિયલ સેલના અધિકારીઓની વધી સુરક્ષા
- 12 અધિકારીઓને અપાઈ Y કેટેગરીની સુરક્ષા
દિલ્હીઃ- મશહૂર પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલા કેસ ખૂબ ચર્ચિત છે ત્યારે હાલ પણ આ કેસને લઈને કેસ સાથે જોડાયેલા લોકોને ધમકીો મળી રહી છે આવી સ્થિતિ આ કેસ સાથે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી ત્યારે હવે તેઓની સુરક્ષા વધારી છે.
જાણકારી પ્રમાણે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસને ઉકેલવા માટે હાજર રહેલા સ્પેશિયલ સેલમાં તૈનાત 12 અધિકારીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે તેઓને વાય કેટેગરિની સુરક્ષા આપવામાં આવી છે
આ સુરક્ષા જેને આપવામાં આની છે તેમાં સ્પેશિયલ સેલના સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલ, ડીસીપી સ્પેશિયલ સેલ મનીષી ચંદ્રા, ડીસીપી રાજીવ રંજન માટે વાય કેટેગરીની સુરક્ષાને મંજૂરી આપવામાં આવી છે. તેમના ઘરે 24 કલાક સુરક્ષા તૈનાત રહેશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના સમર્થનથી ભારતમાં આતંક ફેલાવી રહેલા ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ ઉર્ફે લંડાએ દિલ્હી પોલીસને ખુલ્લેઆમ ધમકી આપી હતી. તેણે ધમકી આપી હતી કે જો દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પંજાબમાં પગ મૂકશે તો તે તેમના માટે જોખમી સાબિત થઈ શકે આ બાદ તેઓની સુરક્ષા વધારાઈ છે. ઉલ્લેખનીય છે કે 6 નવેમ્બરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આ ધમકી અપાઈ હતી.આ સહીત આ કેસમાં પોલીસકર્મીઓની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. તેમની સાથે દરેક ક્ષણે એક કમાન્ડો હાજર રહેશે.