Site icon Revoi.in

સુરતમાં મ્યુનિ.ની ઓફિસના રિનોવેશન દરમિયાન 14 જેટલી ઐતિહાસિક તોપો મળી આવી

Social Share

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના દબાણ વિભાગની કચેરીના રિનોવેશન દરમિયાન વર્ષો જુની 14 તોપ મળી આવી હતી. જો કે એવું કહેવાય છે. કે, શહેરમાં 10 વર્ષ પહેલા ખોદકામ દરમિયાન આ તોપો મળી આવી હતી. ત્યારબાદ તેને દબાણ વિભાગના પ્લોટમાં મુકવામાં આવી હતી. અને વર્ષોથી ભંગાર હાલતમાં બીનવારસી પડી હતી. દબાણ વિભાગના અધિકારીઓને આ તોપ અંગે કોઈ માહિતી નહતી,

સૂત્રોના જણાવ્યામુજબ શહેરના જૂની બોમ્બે માર્કેટ નજીક આવેલા મ્યુનિ.ના પ્લોટમાંથી 14 જેટલી બિનવારસી ઐતિહાસિક તોપ મળી આવી હતી. મ્યુનિના પ્લોટમાં દબાણ વિભાગની જર્જરિત કચેરી હતી. આ કચેરીનું હાલ રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન 14 તોપ મળી આવી હતી. કહેવાય છે કે, આ તોપ 10 વર્ષ પહેલા શહેરમાં કોઈક સ્થળેથી ખોદકામ દરમિયાન મળી આવી હતી. તોપને મ્યુનિના દબાણ ખાતાના પ્લોટમાં મુકવામાં આવી હતી. ભંગાર હાલતમાં તોપ બિનવારસી બની ગઈ હતી. તેંત્રના અધિકારીઓને પણ ખબર નહતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરત એક ઐતિહાસિક શહેર છે. અને ખોદકામ દરમિયાન જમીનમાંથી અવશેષો મળી આવતા હોય છે. ભૂતકાળમાં પણ અનેક ચીજવસ્તુઓ તાપી નદી કિનારે આવેલા કિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાંથી મળી આવી છે. ઐતિહાસિક વસ્તુની જાળવણી માટે કોઈ દરકાર રાખવામાં આવતી નથી. કારણે કે વર્ષો પહેલા મળેલી તોપ કાટ ખાઈ રહી હતી.  છેલ્લા 10 વર્ષથી અત્યાર સુધી કોઈપણ પ્રકારની જાળવણી કરવામાં આવી નથી. તે ઉપરાંત આ તોપ કેટલા સમય જૂની છે તે સમગ્ર મામલે પુરાતત્વ વિભાગને જાણ કરવાની તત્સદી લીધી નથી, પરંતુ મ્યુનિ.ના સત્તાધીશો દ્વારા 10 વર્ષમાં તોપને લઈને કરવામાં આવતી યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી નથી.