Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ માર્ચ મહિનામાં  6 લાખ જેટલા કેસ નોંઘાતા પરિસ્થિતિ બની રહી છે ગંભીર

Social Share

મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે, જડેમાં ચાલુ મહિનામાં કોરોનાના કેસમાં ખૂબ જ વદારો નોંધાયો છે, 1 માર્ચથી 29 માર્ચ દરમિયાન મહારાષ્ટ્રમાં 5 લાખ 90 હજાર 448 કેસ નોંધાયા છે, મહિનાની અંતની  સ્થિતિમાં આ આંકડો છ લાખને પાર કરી જાય તો નવાઈની વાત નહી હોય હોત, આ પહેલા સપ્ટેમ્બર 2020 માં રાજ્યમાં 5 લાખ 93 હજાર 192 કેસ નોંધાયા હતા.

વર્ષ 2021 ની શરૂઆતમાં, મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો.નવેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2021 દરમિયાન રાજ્યમાં કોરોના 4 લાખ 87 હજાર 519 કેસ જોવા મળ્યા છે. જો કે, કોરોનાની બીજી તરંગે રાજ્યની સ્થિતિને ફરી ગંભીર બનાવી છે.

વિતેલા દિવસને સોમવારના રોદ મહારાષ્ટ્રમાં કોરોનાના 31 હજાર 643 નવા કેસ નોંધાયા હતા અને 102  કોરોનાના દર્દી લોકોનાં મોત નીપજ્યાં હતાં. એક દિવસ પહેલા આ કેસનો આંકડો 40 હજાર 414 રહ્યો હતો . રાજ્યમાં એક્ટિવ કોરોના કેસોની કુલ સંખ્યા હવે 27 લાખ 45 હજાર 518 પર પહોંચી ચૂકી છે.આ સાથે જ કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 54 હજાર 283 લોકો મૃત્યુ પામ્યા છે.

સાહિન-