Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી અને હોસ્ટેલની સુરક્ષાની જવાબદારી 70 જેટલા એક્સ આર્મીમેનને સોંપાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓના નમાજ પઢવાના મુદ્દે મારામારી અને તોડફોડની ઘટના બાદ ફરી આવા બનાવો ન બને અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અને હોસ્ટેલમાં પણ તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે હવે 70 જેટલાં એક્સ આર્મીમેનને તૈનાત કરવામાં આવ્યા છે. હાલ યુનિવર્સિટીની સિક્યુરિટીમાં 20 એક્સ આર્મીમેન સેવા આપી રહ્યા છે. હવે સિક્યુરિટી ગાર્ડ ઉપરાંત 70 એક્સ આર્મીમેન ફરજ બજાવશે.

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી અને તોડફોડના બનાવ બાદ યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટીના પ્રશ્ને સવાલો ઊભા થયા હતા. યુનિવર્સિટીના સત્તાધિશો સિક્યુરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. છતાંયે આવા બનાવો કેમ બને છે. એવા સવાલો પણ ઉઠ્યા હતા.ઘટના સમયે સિક્યુરિટી ગાર્ડ હાજર હતા તેમ છતાં આ ઘટનાને રોકવામાં નિષ્ફળ ગયા હતા. ભવિષ્યમાં ફરી આવી કોઈ ઘટના ન ઘટે તે માટે યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી ગાર્ડમાં એક્સ આર્મી મેનની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી યુનિવર્સિટીની સિક્યુરિટીમાં 20 એક્સ આર્મીમેન હતા, જેને વધારીને 70  એક્સ આર્મીમેનને ફરજ પર તેનાત કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારીની આ ઘટના પહેલા પણ અનેક પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ બની ચૂકી છે,  સિક્યુરિટી ગાર્ડ હોવા છતા આ ઘટનાઓ કેમ્પસની અંદર કેવી રીતે બને છે? તાજેતરની ઘટનામાં મોટી સંખ્યામાં ટોળુ યુનિવર્સિટી હોસ્ટેલમાં અંદર ધસી આવ્યું અને સિક્યુરિટી જવાનો ટોળાને કાબૂમાં ન લાવી શક્યા જેની નોંધ પણ યુનિવર્સિટી દ્વારા પણ લેવામાં આવી હતી. આ ઘટના બાદ યુનિવર્સિટીની સુરક્ષામાં વધારાના 50 એક્સ આર્મીમેન ઉમેરવાનો નિર્ણય કરાયો છે. યુનિવર્સિટી સાથેના કોન્ટ્રાક્ટ મુજબ સિક્યુરિટી એજન્સીએ પોતાના ગાર્ડની સાથે 20 એક્સ આર્મીબેન મૂકવાના હોય છે, જે રાબેતા મુજબ મૂકવામાં આવે છે. જોકે, તાજેતરમાં મારામારીની જે ઘટના બની ત્યારબાદ એજન્સી દ્વારા વધારાના 50 એક્સ આર્મીમેનને ગાર્ડ તરીકે મુકી દેવામાં આવ્યા છે.  એટલે કે હવે 20ની જગ્યાએ અત્યારે 70 એક્સ આર્મીમેન યુનિવર્સિટીની સુરક્ષા કરી રહ્યા છે. યુનિવર્સિટીના ગેટથી લઇ હોસ્ટેલ સુધી તમામ જગ્યા પર અત્યારે સામાન્ય ગાર્ડની સાથે એક્સ આર્મીમેન પણ રાખવામાં આવ્યા છે.