રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કાળ દરમિયાન ઉદ્યોગ-જગતને સારી એવું સહન કરવું પડ્યુ છે. એમાં યે છેલ્લા 2 વર્ષથી ઘણા ઉદ્યોગોની હાલત કફોડી બની છે. દેશના પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરતા ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગની હાલત કથળી ગઈ છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો કામદારો પણ બેરોજગાર બની રહ્યા છે.
ધોરાજીમાં પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને તેમાંથી અનેક વિવિધ વસ્તુ બનાવાના ઉદ્યોગોની કફોડી બની છે. ધોરાજીમાં દેશભરના મોટા શહેરોમાંથી પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ માટે આવે છે. માત્ર ગુજરાતના શહેરો જ નહીં પણ દેશના દિલ્હી બેગ્લોર સહિતના મોટા શહેરોમાંથી રોજ લાખો ટન પ્લાસ્ટિકનો કચરો આવે છે. અને તેમાંથી રિસાયકલ કરીને અનેક વસ્તુઓ બનવામાં આવે છે, ધોરાજીમાં પ્લાસ્ટિક રિસાયકલના 400થી પણ વધારે કારખાના આવેલા છે. અને અહીં સીધી રીતે 10 હજાર લોકોને રોજગારી મળે છે, જયારે આડકતરી રીતે અહીં 25 હજાર લોકો આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે. પરંતુ કોરોના કાળ બાદ આ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યુ છે.
ધોરાજીમાં પ્લાસ્ટીક કચરાના રિસાયકલિંગના 50 ટકા જેટલા કારખાનાઓ બંધ છે, કારણ કે મોટા શહેરોમાંથી આવતો પ્લાસ્ટિક વેસ્ટ હાલ અહીં આવતો નથી. અને કારખાના ચાલુ રાખવા માટે અહીં પૂરતું રો મટીરીયલ મળતું નથી, જેને લઈને અહીં 50 ટકા કારખાના બંધ થવા સાથે સીધી રીતે 6 થી 7 હજાર લોકો બેકાર થયા છે, હાલ તો આ કારખાના માલિકો ધંધો અને પોતાના કારખાના કેમ ચાલવા તેની મુશ્કેલીમાં છે.
ધોરાજીના આ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનેદારોની હાલત કફોડી છે, જે કારખાના 24 કલાક ચાલતા હતા. તે હાલ એક અઠવાડિયાના 8 દિવસની જગ્યાએ માત્ર 2 થી 3 દિવસ જ ચાલી રહ્યા છે, અને જેને લઈને કારખાના માલિકોને કારખાના કેમ ચલાવવા અને કામદારોને રોજગારી કેમ આપવી તે મોટી સમસ્યા છે, અને પોતાનો અને કારખાનાના કામદારોનું ગુજરાન ચલાવવું તેની મોટી સમસ્યા છે.
પ્લાસ્ટિક રિસાયકલના ઉદ્યોગ સાથે સંકળાયેલ કામદારોની હાલત પણ કફોડી છે, અહીં આસપાસના ગામડામાંથી પેટિયું રળવા આવતા કારીગરો છે અને વર્ષોથી આ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. અને હાલ આ ઉદ્યોગમાં કામ ન હોય પૂરતી રોજગારી ન મળતા ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે સમસ્યા છે, પરિવારના ભરણ પોષણને લઈને પણ કારીગરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને સરકાર પાસે મદદ માગી રહ્યાં છે. જયારે દેશના પ્લાસ્ટિક કચરાની સફાઈનું કામ કરતા આ ઉદ્યોગને સરકાર દ્વારા કોઈ સહાય મળતી નથી. અને કચરાના કામ ઉપર પણ GST લાગુ છે ત્યારે આ ઉદ્યોગ સરકાર પાસે કંઈક મદદની આશા રાખી રહ્યો છે.