• પાકિસ્તાનમાં વર્ષમાં 30 હજાર કારનું વેચાણ
• દિલ્હીમાં એક મહિનામાં 50 હજારથી વધારે કાર વેચાય છે
નવી દિલ્હીઃ પાકિસ્તાન અને ભારતની વસ્તુઓના ભાવમાં જમીન અને આસમાનનો ફરક હોય છે. જો કારની વાત કરીએ તો ભારતમાં વેચાતી 4 લાખની ગાડી પાકિસ્તાનમાં 30 લાખની રેંજમાં વેચાય છે. ગાડીઓની વધતી કિંમતના કારણે પાકિસ્તાનમાં કાર ખરીદવું એ એક સપના બરાબર છે. પાકિસ્તાનમાં વર્ષની જેટલી ગાડીઓનું વેચાણ થાય છે એટલી કાર તો માત્ર દિલ્હીમાં લગભગ 15 દિવસમાં જ વેચાઈ જાય છે. આમ ભારતમાં કારોનું વેચાણ પાકિસ્તાનની તુલનામાં ઘણું વધારે છે.
પાકિસ્તાન ઓટોમેટિવ મેનૂફેક્ચરર એસોસીએશન પ્રમાણે 2023માં ફક્ત 30662 કારોનું જ વેચાણ થયું હતું, અને વેચાણના આ આંકડામાં પણ સૌથી વધારે મોડલ સુઝૂકી બોલન અને અલ્ટોનો સમાવેશ થાય છે.
વર્ષ 2023માં દિલ્હીમાં ગાડીઓનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. ગત વર્ષે ભારતની રાજધાનીમાં 6.5 લાખ યુનિટથી વધારે ગાડીઓનું વેચાણ થયું હતું. આ આંકડા મુજબ દિલ્હીમાં દિવસની 1800 થી વધારે ગાડીઓ વેચાઈ છે. એટલું જ નહીં દિલ્હીમાં 15-16 દિવસમાં થયેલું ગાડીઓનું વેચાણ એ પાકિસ્તાનના આખા વર્ષ બરાબર છે.
ભારતમાં ગાડીઓની ડિમાંડ ખુબ જ વધારે પ્રમાણમાં છે. આ વાતની પુષ્ટિ ગત વર્ષના કાર સેલ્સ રિપોર્ટ પરથી થાય છે. 2023 માં 41.08 લાખ ગાડીઓનું વેચાણ થયું. ભારતના વાર્ષિક સેલમાં ટાટા મોટર્સ, મારુતિ સુઝૂકી, હોન્ડાઈ મોટર ઈન્ડિયા અને ટોયોટા કિર્લોસકરનો ખૂબ ફાળો છે.
#CarSales#AutomotiveIndustry#IndiaVsPakistan#DelhiCarMarket#AutomobileSales#PakistanCarSales#CarSalesStatistics#VehicleDemand#AutoIndustryTrends#CarMarketAnalysis#AutomotiveTrends#CarIndustry#IndiaAutomobileMarket#PakistanAutomobileMarket#CarPurchase