1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચોમાસું નજીકમાં છે, ત્યારે ગાંધીનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંગે મ્યુનિ. કમિશનરને યાદ અપાવી
ચોમાસું નજીકમાં છે, ત્યારે ગાંધીનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંગે મ્યુનિ. કમિશનરને યાદ અપાવી

ચોમાસું નજીકમાં છે, ત્યારે ગાંધીનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંગે મ્યુનિ. કમિશનરને યાદ અપાવી

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાના આગમનને હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. રાજ્યની મોટા ભાગની નગરપાલિકાઓ અને મ્યુનિ. કોર્પોરેશનમાં પ્રિ-મોન્સુનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ગાંધીનગર મ્યુનિ.ના અધિકારીઓને પ્રિ-મોન્સુનની કામગીરી યાદ આવતી નથી. આથી મ્યુનિ.ના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલાને પત્ર લખીને શહેરમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ન સર્જાય તે માટે સમયસર પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવાની સલાહ આપી છે. સ્ટેન્ડીંગ ચેરમેને કોમન પ્લોટમાં બનાવેલા રિચાર્જ વેલ ખામીયુક્ત હોવાનો ઉલ્લેખ પણ પત્રમાં કર્યો છે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પત્રમાં એવી રજુઆત કરી છે. કે, ગત ચોમાસા દરમિયાન અમે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી તે દરમિયાન ધ્યાને આવ્યું હતું કે કોમન પ્લોટના રિચાર્જ વેલમાં બાંધકામમાં ક્ષતિ હોવાને કારણે વેલમાં પાણી જતું ન હતું અને કોમન પ્લોટમાં ભરાઇ રહેતું હતું. આ ભૂલનું પૂનરાવર્તન ન થાય તે માટે પ્રિમોનસૂન એક્ટિવિટી કરવાની સૂચના આપવી જરૂરી છે. ઉપરાંત  રિચાર્જ વેલની તમામ ચેમ્બર સાફ કરવી અને તેના વીડિયો મંગાવવા, વરસાદનું પાણી રીચાર્જ વેલમાં જઇને ઉતરી જાય તે માટે કોમન પ્લોટમાં ઢાળ કરવો. સ્ટોર્મ વોટર લાઇનની તમામ ચેમ્બર સાફ કરવી, મ્યુનિ.ના અન્ડરપાસની ટ્રેન્ચ સાફ કરાવવી અને પંપની ચકાસણી કરી મરામત કરાવવી જોઇએ. વધુ વરસાદ પડે ત્યારે પાણી ગટરલાઇન મારફતે પણ જતુ હોવાથી તમામ ગટરલાઇનના મેનહોલ, ચેમ્બરને ડિસેલ્ટીંગ કરાવવી જરૂરી છે. ગાંધીનગરના જે રોડ-રસ્તાઓ પર વરસાદને લીધે પાણી ભરાય રહેતા હોય તો તેના નિકાલ માટે આગોતરૂ આયોજન કરવું જરૂરી છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code