ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે નદીની જળ સપાટી 22 ફૂટના વોર્નિંગ લેવલને પાર થઈ છે અને હાલની જળ સપાટી ભયજનક લેવલથી માત્ર 2 ફૂટ જ દુર છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યના સૌથા મોટા સરદાર સરોવર ડેમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં સારોએવો વધારો થયો છે. લોકોની સાવચેતીના ભાગરૂપે ગોલ્ડન બ્રીજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે, જોકે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવશે. ગોલ્ડન બ્રીજ નજીક પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને વાહનોને પણ એક સાથે જવા દેવામાં આવતા નથી. લોકોને બ્રીજ પર જવા ર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વડોદરાના ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદમાં નર્મદા નદી તોફાની બની છે. ચાંદોદના મલ્હાર રાવ ઘાટના 95 પગથિયા નર્મદા નદીમાં ડૂબી ગયા છે. હવે ફક્ત 13 પગથિયા જ બહાર દેખાય છે. સરદાર સરોવરમાં લાખો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ચાંદોદ આસપાસના ગામોને એલર્ટ કરી દેવાયા છે. તંત્ર દ્વારા પણ લોકોને સોશિયલ મીડિયા દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરામાં આવેલા ચાંદોદ ખાતે નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે. મલ્હારરાવ ઘાટના ખુલ્લા થયેલા પગથિયા ફરી પાણીમાં ડૂબ્યા છે. મલ્હારરાવ ઘાટના વધુ 23 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. હાલ મલ્હારરાવ ઘાટના કુલ 81 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. હવે માત્ર 27 પગથિયા જ પાણીની બહાર છે. સરદાર સરોવર ડેમમાં 3 લાખ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી બીજીવાર બે કાંઠે થઈ છે. ચાંદોદ ખાતે હાલ નર્મદા નદીની જળસપાટી સ્થિર છે. તેમ છતા લોકોને સાચવેત રહેવા સૂચના આપવામાં આવી છે. ચાણોદ, કરનાળી, ભીમપુરા અને નંદેરિયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.