- આમ જનતાને મોંધવારીનો માર
- લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યા
- માર્ચમાં 54 હજાર લોકોએ સિટી બસમાં મુસાફરી કરી
રાજકોટ:પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આમ જનતા પરેશાન છે.ત્યારે રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવને પગલે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ વળ્યા છે.આમ,માર્ચ મહિનામાં 54 હજાર લોકોએ સિટી બસમાં મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે.
હાલ રાજકોટ શહેરમાં બીઆરટીએસ રૂટ પર 18 જેટલી ઈલેક્ટ્રીક મીની બસ કાર્યરત છે.જેમાં હાલ વીસથી બાવીસ હજાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જ્યારે કે, સીટી બસ સેવામાં અંદર 91 જેટલી બસ કાર્યરત છે.જે બસોમાં રોજિંદા 50 હજારથી પણ વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.
આ સિટી બસ વિદ્યાર્થીઓ તેમજ શહેરથી દૂર કામ કરનાર કર્મચારીઓને રાહત દરે આવન-જાવનની સુવિધા કરી આપે છે.તો આમાં સૌથી વધુ વિધાર્થી વર્ગ જાહેર પરિવહન તરફ વળ્યો હોવાનું જણાઈ આવ્યું છે.