- સરદાર સરોવર ડેમ ઓવરફ્લોથી માત્ર 92 મીટર દૂર,
- કાંઠાનાં ગામોને એલર્ટ, નદીમાં કુલ 08 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે,
- ગરૂડેશ્વરનો કોઢવે ઓવરફ્લો
અમદાવાદઃ ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવાની તૈયારીમાં છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદી પરના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ત્રીજા દિવસે પણ ડેમના 9 દરવાજા ખોલીને નદીમાં 2.08 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેથી નદીના કાંછા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમના નવા નીરને વધાવવા ડેમને તિરંગાની થીમ પર લાઇટિંગ કરી શણગારવામાં આવ્યો છે. જેનો અદભુત નજારો સામે આવ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલતાં પાણીની આવકથી સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ત્રીજા દિવસે પણ નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે નર્મદા નદીમાં 2.08 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા કાંઠાનાં ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.76 મીટર છે. નર્મદા ડેમના નવા નીરને વધાવવા ડેમને તિરંગાની થીમ પર લાઇટિંગ કરી શણગારવામાં આવ્યો છે. જેનો રાતના સમયે અદભુત નજારો જોવા મળી રહ્યો છે.
સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા ત્રણ દિવસથી ખોલીને નદીમાં 2.08 હજાક ક્યુસેસ પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક ઓછી થશે તો નવમાંથી ચાર ગેટ ખૂલ્લા રાખીને પાંચ ગેટ બંધ કરાશે. હાલ પાણીની આવાક સતત ચાલુ છે એટલે નર્મદા બંધના 9 ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડેમ 90 ટકા ભરાઈ ગયો છેં. કુલ આવક હાલ 1 લાખ 41 હજાર 131 ક્યૂસેક છે. ઉપરવાસમાંથી જો આવક બંધ થશે તો સપાટીમાં ઘટાડો નોંધાશે.
નર્મદા ડેમના 9 દરવાજામાંથી 1,35,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ નર્મદા નદીમાં પાણીના વહેણમાં સતત વધારો થયો છે. જેથી નર્મદા જિલ્લાનો ગરુડેશ્વર કોઝવે ઓવરફ્લો થયો છે. ગરુડેશ્વર વિયર ડેમમાં પાણીની સપાટી વધતા અદભુત દૃશ્યો સર્જાયાં હતાં. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદીકાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
નર્મદા સરદાર સરોવરની બાકી રહેલી 3.2 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે. હાલ સપાટી સ્થિર જોવા મળી છે, જેની આવક 2 લાખ 73 હજાર 900 છે. રૂલ લેવલ મેન્ટેઇન કરવાથી 9 દરવાજા ખોલવા પડ્યા છે. સતત વધતી સપાટી અને ઉપરથી છોડવામાં આવતાં પાણી પર નર્મદા નિગમ એલર્ટ થઇ ગયું છે.
#SardarSarovarDamUpdate #NarmadaDamOverflow #WaterAlert #GaruadeshwarOverflows #NarmadaRiver #DamLighting #FloodPreparedness #GujaratFloods #DamMonitoring #SardarSarovarHighWater