- પીએમ મોદી અમેરિકાની મુલાકાતે
- ક્વાડ સમ્મેલનમાં લેશે ભાગ
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિતેલા દિવસને બુધવારથી અમેરિકાની 5 દિવસીય મુલાકાતે રવાના થયા હતા, ત્યારે આજ રોજ સવારે પીએમ મોદી વોશિંગટન આવી પહોંચ્યા છે, પીએમ મોદી ત્રણ દિવસ વોશિંગ્ટનમાં રહેશે. આ દરમિયાન, તે રૂબરૂમાં યોજાનારી પ્રથમ ક્વાડ લીડર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે અને દ્વિપક્ષીય બેઠક કરશે.
આ બેઠક બાદ તેઓ ન્યૂયોર્ક જવા રવાના થશે જ્યાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં હાજરી આપશે અને સંબોધન કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે ભારતની બહાર અન્ય દેશોમાં આપણો ધ્વજ લહેરાતો જોવો એ સદા ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે પીએમના સન્માનમાં સંયુક્ત આધાર એન્ડ્રુયૂઝ પર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ તેમનીઅમેરિકાની મુલાકાતને લઈને એક ટ્વિટ પણ કર્યું છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે હું વોશિંગ્ટન ડીસીમાં ઉષ્માભર્યા સ્વાગત માટે ભારતીય સમુદાયનો હું આભારી છું. પ્રવાસી ભારતીય આપણી તાકાત છે. તે પ્રશંસનીય છે કે ભારતીય પ્રવાસીઓએ સમગ્ર વિશ્વમાં પોતાની જાતને પ્રતિષ્ઠિત કરી છે.