ઉનાળો આવતા જ ગર્લ્સએ પોતાના પર્સને આ રીતે કરવું જોઈએ સેટ, ઈમરજન્સીમાં કામમાં આવશે આ દરેક વસ્તુઓ
- ગરમીની સિઝનમાં ઘરની બહાર નીકળો એટલે પાણીની બોટલ સાથે રાખો
- વાઈપ્સ તથા ડિયો પણ પર્સમાં રાખવાની આદત રાખો
ઉનાળાની ઋતુમાં તમારી વ્યક્તિગત બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આરોગ્ય અને ખોરાક સુધીની દરેક બાબતમાં સંતુલન જાળવવું જોઈએ એ પણ જરૂરી છે અથવા તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં દરેક જણ પોતાની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે, પરંતુ ભૂલથી પણ ભૂલશો નહીં કે ઉનાળામાં ઘર છોડતી વખતે તમારી બેગમાં શું હોવું જોઈએ આજે અને તમને જણાવીશું કે આવી સ્થિતિમાં તમારે પાસે શું રાખવું જોઈએ.
પાણીની બોટલ
આપણે ઘરની બહાર નીકળીએ એટલે પાણીની બોટલ ચોક્કસ સાથે રાખવી જોઈએ, ગરમીની સિઝનમાં શરીરમાં પાણી ઘટવું ન જોઈએ જેથી જ્યા પમ જાવો પાણીની બોટલ જોડે રાખવાનો આગ્રહ અવશ્ય રાખો, નહી તો ડિહાઈડ્રેશનનું જોખમ વધી શકે છે.
ટિસ્યુ પેપર
ગરમીની સિઝન હોવાથી પસીનો ખૂબ જ થતો હોય છે આવી સ્થિતિમાં દરેક લોકોએ પર્સમાં ટિસ્યૂ પેપર અથવા તો વાઈપ્સ રાખવા જોઈએ,ગરમીના કારણે ચહેરા પર ડસ્ટ જામી જતો હોય છે ત્યારે આવી સ્થિતિને વાઈપ્સ વડે વારંવાર તહેરો સાફ કરતું રહેવું જોઈએ જેથી તમને ફ્રેશનેશ લાગે અને ચહેરાની તંદુરસ્તી જળવાઈ રહે.
ગુલાબજળ
જો તમે ઘરની બહાર નિકળો છો તો બને ત્યા સુધી ગુલાબજળની એક નાની બોટલ ,કે શીસી પર્સમાં રાખો, જેથી કરી જ્યારે પણ તમારી ત્વચામાં બળતરા થાય એટલે ગુલાબજળથી મો ઘોી લેવું અથવા તો મોઢા પર ગુલાબજળ છાંટી લેવું જોઈએ જેથી તનારી ત્વચા મુલાયમ બની રહે.અને ગરમીમાંથી પણ ખૂબ રાહત મળશે.
સનસ્ક્રિન લોશન
બને ત્યા સુધી પર્સમાં સનસ્ક્રિન લોશન રાખો, ગરમીમાં બહાર જાવો એટલે સનસ્ક્રિન લોશન લગાવાનું રાખો જેથી ગરમીથી ત્વચા રક્ષણ મેળવી શકે, આ સાથે જ તમારા પર્સમાં સનગ્લાસ રાખો જે તમને ગરમીમાંથી બચાવશે
સ્પ્રે કે પ્રફ્યૂમ કે ડીયો
પરસેવાની ગંધથી તમારે શરમીંદા ન થવું પડે તેથી હંમેશાં તમારી સાથે ડિયોડ્રંટ રાખો. જો તમે ઇચ્છો, તો તમે પોકેટ સાઇઝ રોલ ઓન પણ વાપરી શકો છો.જેથી કોઈને મળતી વખતે તમે તેનો ઉપરયોગ કરીને પરસેવાની ગંઘથી છૂટકારો મેળવી શકો,