દિલ્હીઃ- દેશભરમાં મોંધવારી ઉતરડઢ કરતી જોવા મળી રહી છે ત્યારે હવે તહેવારો આવતાની સાથે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું યાત્રીઓ માટે મોંઘુ થઈ રહ્યું છે.કારણ કે તહેવારોની સિઝનમાં હવાઈ ભાડામાં બમણાથી વધુનો વધારો થયો છે.
આવતા મહિનાથી નવરાત્રિથી લઈને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે ફ્લાઈટ સેવા દ્રારા વિવિધ રૂટ પરના હવાઈ ભાડામાં 100 ટકાથી વધુનો વધારો થયો છે. ટ્રાવેલ પોર્ટલ Ixigoના ડેટા અનુસાર, નવરાત્રિ સિઝન દરમિયાન કેટલાક રૂટ પરના હવાઈ ભાડા ગયા વર્ષની સરખામણીમાં બમણા થઈ ગયા છે.
આ બાબતે ખાસ વાત એ છે કે પ્રી-કોવિડ વર્ષ 2019ના સ્તરની સરખામણીએ આ વર્ષે હવાઈ ભાડામાં બમણાથી વધુનો વધારો થયો છે. નવરાત્રિના ઉત્તરાર્ધ દરમિયાન, બેંગલુરુ-કોલકાતાની ફ્લાઇટનું સરેરાશ ભાડું એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આશરે રૂ. 7,000થી વધીને રૂ. 14,000થી વધુ થઈ ગયું છે.
વઘુ માહિતી પ્રમાણે આગાની તહેવારોની સિઝન દરમિયાન ગયા વર્ષની સરખામણીમાં હવાઈ ભાડામાં 72 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ વધારો દિલ્હીથી અમદાવાદ, ત્યારબાદ દિલ્હીથી શ્રીનગર રૂટનો છે, જેમાં 89 ટકાનો વધારો જોવા મળ્યો છે.
તો બીજી તરફ તેવી જ રીતે, આ સમયગાળા દરમિયાન મુંબઈ-કોલકાતા ફ્લાઈટનું સરેરાશ ભાડું 55 ટકા વધીને રૂ. 12,000થી વધુ થઈ ગયું છે. બેંગલુરુ-પટના ફ્લાઈટનું સરેરાશ ભાડું 25 ટકા વધીને 10,000 રૂપિયાથી વધુ થઈ ગયું છે. દિવાળી દરમિયાન પણ ભાડામાં વધારો નવેમ્બરના બીજા સપ્તાહમાં આવનાર દિવાળી દરમિયાન ગયા વર્ષની સરખામણીએ હવાઈ ભાડામાં વધારો જોવા મળ્યો છે.
દિવાળીના અવસર પર ઘણા રૂટ પર ભાડા 70 ટકા મોંઘા થઈ ગયા છે. બેંગલુરુ-મુંબઈ ફ્લાઇટ 67 ટકા મોંઘી છે, જે લગભગ રૂ. 5,000 છે. બેંગ્લોર-લખનૌનું ભાડું 41 ટકા વધીને રૂ. 10,000થી વધુ થયું છે. તેવી જ રીતે, આ સમયગાળા દરમિયાન ચેન્નાઈ-મુંબઈ ફ્લાઈટનું ભાડું 56 ટકા વધીને રૂ. 5,600થી વધુ થઈ ગયું છે.