Site icon Revoi.in

ઈજિપ્તને અડીને આવેલ ગાઝાની રફાહ સરહદ ખુલતાની સાથે જ યુએસ એ એલર્ટ જારી કરી પોતાના નાગરિકોને ચેતવ્યા

Social Share

દિલ્હીઃ-ગાઝાના નાગરિકોને સરળતાથી મદદ પહોંચાડવા માટે ઈજિપ્તને અડીને આવેલી રફાહ સરહદ આજરોજ ખોલવામાં આવી છે ત્યારે અમેરિકાએ આ બબાતને લઈને એલર્ટ જારી કરીને પોતાના નાગરિકોને ખઆસ ચેતવ્યા છે

પ્રાપ્ત જાણકારી અનુસારઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલની વાયુસેના ગાઝા પટ્ટી પર સતત હુમલો કરી રહી છે. ઈઝરાયલી એરફોર્સના હુમલામાં ગાઝાનું જાહરા શહેર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું.દરમિયાન, રફાહ ક્રોસિંગ શનિવારે માનવતાવાદી સહાય માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું. તે ગાઝા પટ્ટી અને ઇજિપ્તની વચ્ચે સ્થિત છે.જેને લઈને અમેરિકાએ ચિંતા જતાવી છે.

આ રફાહ બોર્ડર ખોલતાવની સાથે જ અમેરિકાએ તેના નાગરિકો માટે સુરક્ષા ચેતવણી જારી કરી છે. અમેરિકી દૂતાવાસે કહ્યું કે ગાઝા અને ઇજિપ્ત વચ્ચે રફાહ ક્રોસિંગ 21 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે ખોલવામાં આવી છે. દૂતાવાસે કહ્યું કે અમેરિકન નાગરિકોએ પરિસ્થિતિનું સંપૂર્ણ આકલન કર્યા પછી જ સરહદ પાર કરવી જોઈએ.