સાહિન મુલતાની
હંમેશા બોલિવૂડના સોંગમાં ચહેરાની સુંદરતાને ફૂલોની ઉપમાથી જોડવામાં આવે છે, ફૂલો દ્વારા આપણી સુંદરતામાં વધારો થાય છે, સામાન્ય રીતે ફુલ એ વસ્તુ છે કે જે દરેક પ્રસંગ, શુભ હોય કે અશુભ દરેકમાં મહત્વનું સ્થાન ધરાવે છે, જો કે મોટા ભાગે શુભપ્રસંગો ફુલોથી જ શુશોભીત બનતા હોય છે, પાર્ટી હો. કે લગ્ન હોય કે બર્થડે ડેકોરેશન માટે સાચા ફુલોનો ઉપયોગ થાય છે, એજ રીતે હવે લગ્ન પ્રસંગોમાં પણ દુલ્હનને સજાવવા માટે સાચા ફુલોનો ડ્રેન્ડ જોવા મળે છે.
હવે શિયાળાની શરૂઆત સાથે જ લગ્નગાળો પણ શરૂ થઈ ગયો છે ત્યારે ફૂલોના માર્કેટમાં તેજી આવી છે ખાસ કરીને મંડપની સજાવટ માટે ફૂલોનો ઉપયોગ થઈ છે જો કે હવે દુલ્હન અને સાઇડર બંને સાચા ફૂલોમાંથી બનતા ઘરેનાઓ પહરે છે જેને કારણે સાચા ફૂલોના ઘરેણાંની ડિમાન્ડ વધતી જોવા મળી છે .
સાચા ફુલોના ઘરેણાઓથી દુલ્હનને ડ્રેન્ડી લૂક મળે છે, આ સાથે જ દુલ્હન ખાસ દુલ્હનના ગેટઅપમાં નિખરી આવે છે,આજકાલ હવે લગ્ન પ્રસંગોમાં દુલ્હનની સાથોસાથ સાઈડર પણ રિયલ ફ્લાવરના ઓરનામેન્ટસ પહેરતી જોવા મળે છે.
માથાની હેર સ્ટાઈલથી લઈને ઓરનામેન્ટસમાં સાચા ફૂલોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યા છે,જે ખૂબજ આકર્ષક લૂકની સાથે સાથે સુંદરતામાં બે ગણો વધારો કરે છે.
ગળા પહેરવાનો નેકલેસ હો. કે પછી કાનના ઈયરિંગ હોય કે પછી હાથનું બ્રેસલેટ હોય તમામ વસ્તુઓ અવનવા નાના મોટા ફુલો અને ફુલોની કલીોમાંથી બનાવવામાં આવે છે,જેનો ક્રેઝ આજે દેશભરની જૂદી જૂદી જગ્યાએ જોવા મળી રહ્યો છે.
સાચા ફૂલોના શણગાર સ્ત્રીઓ પોતાના લગ્નની સેરેમની પ્રમાણે કરે છે,જેમ કે મહેંદીની સેરેમની હોય ત્યારે તેઓ મહેંદી લકરના ફુલો વાળા ઘરેણાઓ કેરી કરે છે એજ રીતે હલ્દી વખતે તેઓ પીળા રંગના ફૂલોના ઘરેણાઓ પહેરે છે.
આ સાથે જ દૂલ્હન સાઈડરથી અલગ પડે તે માટે દુલ્હનના માથા પર ફૂલોની ટીઆરઆ પણ પહેરાવામાં આવે છે જેથી દુલ્હન સાઈડર કરતા યુનિક લાગી શકે, અને દુલ્હન કોણ છે પે પણ ખબર પડી શતે,આ સાચા ફુલોની ટીઆરઆમાં સ્ત્રીઓનો દેખાવ વધુ આકર્ષક બને છે.