શિયાળો આવતા જ હવે કબાટમાં મૂકેલા સ્વેટર જેકેટની કરીલો સફાઈ, આ રીતે ઠંડીના કપડાની કરીલો માવજત
શિયાળામાં જેકેટ, સ્વેટર, ટોપી,હાથ મોજા પગ મોજા દરેક વસ્તુને ઘણી સાચવવી પડતી હોય છે, 4 મહિનાના ઉપયોગ બાદ આ વિન્ટર ક્લોથને કબાટમાં મૂકી દેવા પડે છે ત્યારે હવે તે 8 મહિના સુધી એવા નરમ રહે અને તેના પર ફૂગ ન લાગે કે સ્મેલ ન આવે તે માટે કેટલીક ટિપ્સ જોઈશું, આ ટિપ્સથી તમે કપડાને લાંબો સમય સુધી સાચવી શકો છો.
વૂલન કપડાં વારંવાર ધોવાથી તેની ચમક ઝાંખી પડી જાય છે. હંમેશા એક થી બે અઠવાડિયાના અંતરે વૂલન કપડાં ધોવા જોઈએ વાંરવરવાપર નહી.ઘણા પ્રકારના વૂલન કપડાં છે જે ઘરમાં ધોવાથી બગડી જાય છે. વૂલન કપડા ધોતા પહેલા એ જાણી લો કે તેને ઘરે ધોઈ શકાય છે કે નહીં. ક્યારેક ખોટા ડિટર્જન્ટથી વૂલન કપડાં ધોવાથી પણ તે ઝડપથી બગડે છે.
આ સાથે જ વૂલન કપડાંને નવા જેવા દેખાડવા માટે હંમેશા હળવા ડીટરજન્ટનો ઉપયોગ કરો. તેને સાફ કરતી વખતે, તમે પાણીમાં ફટકડી ઉમેરીને તેને સાફ કરી શકો છો. ફટકડીના ઉપયોગથી વૂલન કપડા સંકોચાશે નહીં અને રંગ પણ ઠૂટશે નહીં.
વૂલન કપડાંને નવા જેવા રાખવા માટે, તમે તેને ધોતી વખતે તેને વધુ ઘસશો નહીં. વધુ પડતા ઘસવાથી વૂલન કપડાં નિસ્તેજ દેખાય છે. એ જ રીતે, તમારે ઉનના કપડાંને સખત સૂર્યપ્રકાશમાં સૂકવવાનું ટાળવું જોઈએ,ગરમ કપડાને તડકામાં સૂકવવા માટે, તમે કપડાંને ઊંધા સૂકવી શકો છો.વૂલન કપડાંમાં ઇસ્ત્રી કરતી વખતે પણ, તેમને ઊંધા ઇસ્ત્રી કરો. અથવા તો પેપર રાખીને અસ્ત્રી કરી શકો છો.