તે વાતમાં ભાગ્ય જ કોઈને શંકા હશે કે યોગાસન દરેક સમસ્યાનું સોલ્યુશન નથી, પણ મોટાભાગના લોકો માને છે કે યોગામાં જેટલી શક્તિ છે એટલી કોઈ અન્ય વસ્તુમાં નથી. આવામાં જો વાત કરવામાં આવે સારી ઊંઘની તો દરેક વ્યક્તિએ આ યોગાસનને જરૂર કરવું જોઈએ.
વજ્રાસનની જો વાત કરવામાં આવે તો આ આસન કરવાથી ઝડપી અને સારી ઊંઘ મળે છે. આ યોગાસન કરવા માટે બેડ પર તમારા ઘૂંટણ પર બેસો. ફોટોમાં જે મુદ્રા બતાવી છે તે પ્રમાણે તમારા ઘૂંટણ પર બેસો અને પંજાને પાછળની તરફ ફેલાવો. વજ્રાસનમાં કમર, ગરદન અને છાતીને આગળ રાખો અને 2 થી 3 મિનિટ સુધી ઊંડા શ્વાસ લો. આ યોગાસન તમને સારી ઊંઘ લેવામાં મદદ કરશે.
આ ઉપરાંત વિરાસન પણ એટલું જ ઉપયોગી છે. આ આસન માટે વજ્રાસનની મુદ્રામાં ઘૂંટણને સહેજ પહોળા કરો. પછી કમર અને ગરદનને સીધી રાખીને આંખ આગળની તરફ રાખો અને છાતીને જમીન તરફ લાવો. તમારા બંને હાથ આગળ ફેલાવીને જમીન પર રાખો. 2 થી 3 મિનિટ આ સ્થિતિમાં રહો. તમે કમર અને કરોડરજ્જુમાં તણાવ અનુભવશો.
જાનુશીર્ષાસન શાંતિપૂર્ણ ઊંઘ મેળવવા માટે જાનુશીર્ષાસન પણ સૂતા પહેલા કરી શકાય છે. જાનુ શીર્ષાસન કરવા માટે બેડ પર બેસીને જમણો પગ આગળની તરફ ફેલાવો. આ પછી ડાબા પગના તળિયાને જમણી જાંઘની નજીક મૂકો. હવે પેટના નીચેના ભાગને જમણા ઘૂંટણ તરફ વાળો. એ જ રીતે બીજા પગ સાથે પુનરાવર્તન કરો.
ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી માટે છે પણ કેટલા પ્રમાણમાં યોગ કરવા જોઈએ તે માટેની સલાહ જાણકાર પાસેથી જરૂર લેવી જોઈએ.