Site icon Revoi.in

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે એ જે. શાહને હટાવીને બંછા નિધિને હવાલો સોંપાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના એ જે. શાહને હટાવીને ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનર બંછા નિધિ પાનીની નિમણૂંક કરવામાં આવી છે. નિવૃત્ત IAS એ.જે. શાહની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSE)ના ચેરમેન તરીકે કરાર આધારિત નિમણૂક કરાઈ હતી. જોકે, રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો અને તેમને હટાવી દીધા હતા. જ્યારે તેમની ખાલી પડેલી જગ્યા પર કમિશ્નર ઓફ ટેક્નિકલ એજ્યુકેશન બંછા નિધિ પાનીની  નિમણૂંક કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે  નિવૃત આઈએએસ એ જે શાહની કરાર આધારિત નિમણુંક કરવામાં આવી હતી. તેમની મુદત હજુ 6 મહિના બાકી હતી, ત્યાં જ તેમને એકાએક હટાવવાનો નિર્ણય લેવામાં આવતા શિક્ષમ વિભાગમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, કરાર આધારિત IAS (નિવૃત્ત) એ.જે. શાહની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSE)ના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ હતી. જે 30મી જૂન, 2024 સુધી અથવા આગળના આદેશો સુધી બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી લંબાવવામાં આવ્યા હતા. તેમની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એ.જે. શાહ, IAS (નિવૃત્ત) એ તેમની કરાર આધારિત નિમણૂકને તાત્કાલિક સમાપ્ત કરવા માટે નોટિસ આપી છે. તેમની કરાર આધારિત નિમણૂકનો અંત લાવવામાં આવ્યો છે અને સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવી છે. IAS બંછા નિધિ પાની કમિશ્નર ઓફ ટેક્નિકલ એજ્યુકેશનને આગામી આદેશો સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ પદનો વધારાનો હવાલો સંભાળવા માટે આદેશ કરાયો છે.