- સાઉથમાં પણ ભગવાન કૃષ્ણના પ્રાચીન મંદિરો છે
- અહી જમ્નાષ્ટમીની ઘૂમધામથી ઉજવણી થાય છે
જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે સાથે જ કેટલાક લોકોને એક સળંગ રજાઓ પણ છે ત્યારે જો તમે ફરવા જવા માંગતા હોવ અને તમે પણ કૃષ્ણ ભક્ત છો તો દક્ષિણ ભારતની મુલાકાત લઈ શકો છો,અહી ઘણા પ્રાચની ભગવાન કૃષ્ણાના મંદિરો આવેલા છે જ્યાં તમે દર્શન કરી શકો છો,આ સાથે જ અહીં આઠમની ઉજવણી પણ ધૂમધામ પૂર્વક થતી હોય છે જેની મજા અનેરી હોય છે.
કૃષ્ણના જન્મથી લઈને મથુરામાં તેમના આગમન સુધી અને દ્વારકાના રાજા બનવાથી લઈને મહાભારતના સમય સુધી, કેશવ જ્યાં પણ ગયા અને રહ્યા, તે બધા આજે પવિત્ર મંદિરો તરીકે પૂજનીય છે, જ્યારે શ્રી કૃષ્ણના સૌથી મહત્વપૂર્ણ મંદિરનું નામ આવે છે, ત્યારે કૃષ્ણ જન્મભૂમિ મથુરા અને ગોકુલ વૃંદાવનના મંદિરોનું નામ યાદ આવે છે. પરંતુ દક્ષિણ ભારતમાં પણ દેવકીનંદનના ઘણા પ્રખ્યાત મંદિરો છે. કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર, દક્ષિણ ભારતના સૌથી પ્રસિદ્ધ અને પ્રાચીન કૃષ્ણ મંદિરો વિશે જાણીએ
પાર્થસારથી મંદિર ટ્રિપ્લિકેન, ચેન્નાઈ
પાર્થસારથી મંદિર, ચેન્નાઈમાં શ્રી કૃષ્ણનું પ્રસિદ્ધ મંદિર ત્રિપ્લિકેન ખાતે આવેલું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના ચાર અવતારોની પૂજા કરવામાં આવે છે, જેમાં કૃષ્ણ, રામ, નરસિંહ અને ભગવાન વરાહનો સમાવેશ થાય છે. આ મંદિર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે. મંદિરનું સ્થાપત્ય પણ અદ્ભુત છે.તમે અહી દર્શન કરવા જઈ શકો છો.
દક્ષિણનું દ્વારકા ગુરુવાયૂર મંદિર, કેરળ
દક્ષિણ ભારતમાં કેરળ રાજ્યમાં શ્રી કૃષ્ણના ઘણા પ્રખ્યાત મંદિરો છે. આમાંથી એક ગુરુવાયૂર મંદિર છે, જેને દક્ષિણનું દ્વારકા કહેવામાં આવે છે. આ મંદિરને ભુલોકા બૈકુંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પૃથ્વી પર ભગવાન વિષ્ણુનું પવિત્ર નિવાસસ્થાન છે. અહીં ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ છે, જેને ગુરુવાયુરપ્પન કહેવામાં આવે છે.
આ મંદિર વિશે એવી માન્યતા છે કે જ્યારે ગુજરાતના દ્વારકામાં પૂર આવ્યું ત્યારે કૃષ્ણની મૂર્તિ પૂરમાં ધોવાઈ ગઈ હતી, જેને ગુરુએ બચાવી હતી. આ મૂર્તિને પુનઃસ્થાપિત કરવાનો વિચાર મનમાં લાવીને તેણે સ્થળ શોધ્યું. કેરળમાં, તેમને ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શન થયા, જેમણે બૃહસ્પતિ દેવને કેરળમાં કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવા કહ્યું. બૃહસ્પતિ દેવે વાયુ દેવની મદદથી કેરળમાં મૂર્તિની સ્થાપના કરી હતી. અને મંદિરનું નામ પડ્યું.
જગન્નાથ પુરી, ઓરિસ્સા
ભારતના ચાર ધામોમાંનું એક ઓરિસ્સામાં આવેલું જગન્નાથ પુરી મંદિર છે. અહીં ભગવાન કૃષ્ણ મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે દ્વાપર પછી ભગવાન કૃષ્ણ પુરીમાં રહેવા લાગ્યા હતા. જગન્નાથ પુરીની વાર્ષિક રથયાત્રા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભગવાન કૃષ્ણના રથને ખેંચવા માટે દૂર-દૂરથી ભક્તો અહીં આવે છે. ત્રણ વિશાળ રથોની યાત્રા કાઢવામાં આવે છે,કૃષ્ણ જન્માષ્ટમી અથવા રક્ષાબંધનના અવસર પર જગન્નાથ પુરી ધામની પણ મુલાકાત લઈ શકો છો.
શ્રી કૃષ્ણ મઠ મંદિર ઉડુપી, કર્ણાટક
શ્રી કૃષ્ણ મઠ દક્ષિણ ભારતમાં ભગવાન કૃષ્ણના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર કર્ણાટકના ઉડુપીમાં છે. ઉડુપીનું શ્રી કૃષ્ણ મઠ મંદિરની વિશેષતા છે. અહીં બારીના નવ છિદ્રો માંથી ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. મંદિર લાકડા અને પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. મંદિરની નજીકના તળાવના પાણીમાં મંદિરનું પ્રતિબિંબ દેખાય છે. અહીં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.