Site icon Revoi.in

દિવાળી અને નૂતન વર્ષ વચ્ચેના પડતર દિવસની સરકારે રજા જાહેર કરતા હવે સળંગ રજાનો લાભ મળશે

Social Share

ગાંધીનગર:  દિવાળી અને નવા વર્ષ વચ્ચેના પડતર દિવસની રાજ્ય સરકારે જાહેર રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં વધુ એક રજા આપી છે. 25 ઓક્ટોબરે સરકારી કચેરીઓમાં રજા રહેશે. 12 નવેમ્બરના બીજા શનિવારના બદલે 25 ઓક્ટોબરે રજા આપી છે. એટલે 12 નવેમ્બરની રજા કપાઈ ગઈ છે. હવે સરકારી કર્મચારીઓને 24, 25, 26 ઓક્ટોબર એમ ત્રણ દિવસની સળંગ રજા મળશે.

રાજ્યમાં પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. આમ તો રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી અને નૂતન વર્ષની જાહેર રજા આપવામાં આવતી હોય છે. આ વખતે દિવાળી અને નૂતનવર્ષ વચ્ચે પડતર દિવસ આવે છે. એટલે કર્મચારીઓને સળંગ રજાનો લાભ મળી શકે તેમ નહતો. આ અંગે કર્મચારી મંડળોએ સરકારમાં રજુઆત પણ કરી હતી. આથી રાજ્ય સરકારે તા.25મીને મંગળવારે પડતર દિવસની પણ રજા જાહેર કરી છે, એટલે કર્મચારીઓને રવિવારની જાહેર રજા અને દિવાળી, પડતર દિવસ અને નૂતન વર્ષની રજા એમ તા.23મી ઓકટોબરથી 26મી ઓકટોબર સુધા સળંગ જાહેર રજાનો લાભ મળશે. એટલે કર્મચારીઓ પોતાના પરિવાર સાથે બહારગામ ફરવા માટે જઈ શકશે.

દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનાની અમાસના દિવસે દિવાળીનું પર્વ ઊજવવામાં આવતું હોય છે. જો કે આ વખતે દિવાળી અને બેસતુ વર્ષ વચ્ચે એક દિવસ પડતર હોવાથી લોકો અસમંસજસમાં હતા. પરંતુ રાજ્ય સરકારે તેનો ઉકેલ લાવી દીધો છે. એક દિવસ પડતર હોવાના કારણે સરકારી કર્મચારીઓ 24-25-26 માંથી 25 ઓકટોબરની રજાનું અસમંસજસ ખતમ થઈ ગયું છે.

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. દિવાળીના બીજા દિવસે 25 ઓક્ટોબરના રોજ રજા જાહેર થતાં સરકારી કર્મચારીઑની ખુશી બમણી થઈ છે. એટલે કે હવે દિવાળી અને નવા વર્ષ વચ્ચે પડતર દિવસે સરકારી કચેરીઓમા રજા રહેશે. જેના બદલામાં 12 નવેમ્બરના રોજ બીજા શનિવારે સરકારી કચેરી ચાલુ રહેશે. (file photo)