Site icon Revoi.in

અમદાવાદમાં મેટ્રો ટ્રેનને પુરતો ટ્રાફિક મળી રહેતા હવે ફ્રિકવન્સી અને સમયમાં કરાયો વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેનને સારો ટ્રાફિક મળી રહ્યો છે. અને મોટાભાગની ટ્રીપને પુરતા પ્રવાસીઓ મળી રહ્યા છે. ત્યારે પેસેન્જરનો ઘસારો જોતા તંત્ર દ્વારા મેટ્રો ટ્રેનની સેવામાં વધારો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મેટ્રો ટ્રેનના સમય અને ફ્રિકવન્સીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી મેટ્રો ટ્રેન સવારે 9 વાગ્યાથી શરુ થતી હતી. જો કે હવે મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. આ નિર્ણયથી અમદાવાદ અને આસપાસથી આવતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાદારી લોકોને  શહેરના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે ખૂબ જ સરળતા રહેશે.

અમદાવાદ શહેરમાં હવે મેટ્રો ટ્રેનનો પુરતો ટ્રાફિક મળી રહ્યો છે. મેટ્રો ટ્રેન શરૂ થયાના થોડા સમયમાં જ આ સેવામાં વધારો કરવા લોક માંગ ઉઠી હતી. શહેરના વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાવાળા લોકોએ મેટ્રોની ફ્રિકવન્સી અને ટાઈમમાં વધારો કરવા માટે રજૂઆત કરી હતી. આખરે તંત્રએ આ રજૂઆતને ધ્યાને લઈને ફ્રિકવન્સી અને સમયમાં વધારો કર્યો છે. કે હવે મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે.

અત્રે ઉલ્લેખની છેકે, 30મી સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન  મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું હતું. જે પછી મેટ્રો રેલમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં સતત વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા પર જનારા લોકો માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક છે. ત્યારે વિદ્યાર્થીઓ અને નોકરીયાતોએ ગુજરાત મેટ્રો રેલ કંપનીને મેટ્રો ટ્રેનનો સમયગાળો અને ફ્રીકવન્સી વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. એટલેકે, 15 મિનિટને બદલે હવે દર 10 થી 12 મિનિટમાં મુસાફરોને નવી મેટ્રો રેલ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.