હિલ સ્ટેશન પર સૌ કોઈને ફરવું ગમે છે,ખાસ ત્યારે જ્યારે ચોમાસું આવે ત્જયારે અહીંની સુંદરતા જોવા લાયક બને છે કારણ કે અહીનું વાતાવરણ અદ્ભૂત હોય ખાસ કરીને હિલ સ્ટેશન પર ફરવા જવા માટે બેસ્ટ ચોમાસું જતા વખતનો સમય છે,તામિલનાડૂનું કોડાઈકેનાલ શહેર હિલ સ્ટેશનની રાણી તરીકે ઓળખાય છે.તો ચાલો જાણીએ અહીની કેટલીક સુંદરતા વિશે
અહી તમને જંગલો ભરમાળ જોવા મળે છે. લીલાછમ જંગલોથી ઘેરાયેલા રસ્તા પર મુસાફરી કરી શ કો છો, ભારતના તમિલનાડુનું એક હિલ સ્ટેશન કોડાઈકનાલ, શહેરવાસીઓ અહી પ્રકૃતિમાં પોતાની જાતને ઓળખવાની એક તક છે,શહેરોથી દૂર અને શાંતિની અનુભુતિ મેળવી શકાય છેકોડાઇકેનાલ પ્રદેશમાં હવામાન આખા વર્ષ દરમિયાન હળવું અને સુખદ રહે છે,તમે કોઈપણ સમયે કેનોપી હિલ્સ અથવા મોઇર પોઈન્ટની મુલાકાત લેવાનું પસંદ કરી શકાય છે.
કુન્નુર – કુન્નુર ભારતના તામિલનાડુ રાજ્યમાં નીલગીરી જિલ્લામાં આવેલું શહેર અને મ્યુનિસિપાલિટી છે. તે નીલગિરિ, ચાના ઉત્પાદન માટે જાણીતું છે. કુન્નુર એ દરિયા સપાટીથી 1,800 મીટરની ઉંચાઈએ આવેલું છે અને નીલગિરિ પર્વતમાળામાં આવેલું તે બીજું સૌથી ઉંચું ગિરિમથક છે. નીલગિરિના પર્વતો તરફ અનેક આરોહણ અભિયાનો માટે આદર્શ મથક સમાન છે. સિમનો બગીચોએ કુન્નુરમાં મુલાકાત લેવા જેવા સ્થળોમા સૌથી મહત્વનો છે. કુન્નુર એ મેત્તુપલ્યમ 28 (કિ.મી.) અને ઊટી વચ્ચે મીટરગેજ રેલવે પર આવેલું છે.
બ્રાયંટ પાર્ક -કોડાઇકેનાલ સરોવરની નજીક આવેલા આ બોટનિકલ ગાર્ડનમાં વિવિધ પ્રકારના ફૂલ-છોડ છે. આ પાર્ક પરિવારો માટે એકસાથે આનંદ માણવા માટેનું એક સરસ સ્થળ છે, અને તે ખીણના કેટલાક સુંદર દૃશ્યો પણ ધરાવે છે.
કોકર્સ વોક -અહીં વહેલી સવારે ચાલવું એ એક અલગ જ અનુભવ કરાવે છે મનમોહક અને સાંકડો પહાડી રસ્તો આવેલો છે જે ઢાળવાળી ઢોળાવમાંથી પસાર થાય છે અને ખીણના મનોહર દૃશ્યોના દર્શન કરાવે છે. સવારે અહી ઘુમ્મસ વાળું વાતાવરણ તમારા દિવસને યાદગાર બનાવે છે
પાઈનના જંગલો – પાઈનનાં જંગલો જોવા જેવી જગ્યા છે. દિયોદરના વૃક્ષોની રેખાઓ અને રેખાઓની આકર્ષક હાજરીથી સુશોભિત વન વિભાગ તમારું મન મોહી લેશે. પાઈનનું જંગલ એચડી બ્રાયન્ટના પ્રયત્નોનું પરિણામ છે, તેણે કોડાઈકેનાલમાં પાઈનનું ઝાડ ફેલાવ્યું. ખાસ કરીને સોલાર ઓબ્ઝર્વેટરી પ્લાન્ટથી પિલર રોક સુધી. પરિણામે, પાઈન ફોરેસ્ટ કોડાઈકેનાલનો જન્મ થયો અને કોડાઈકેનાલના મુખ્ય પ્રવાસી આકર્ષણોમાંના એક તરીકે ઊભરી આવ્યું
કોડાઇકનાલ – કોડાઇકનાલ ભારતના તમિલનાડુમાં આવેલું એક શહેર છે. જે સમુદ્ર સ્તરથી 2133 મીટર ઊંચે આવેલું છે, તેની સુંદરતા અને શાંત વાતાવરણના કારણે ખૂબ જ જાણીતું છે. કોડાઇકનાલને પહાડોની રાજકુમારીના નામે પણ ઓળખવામાં આવે છે. તે તામિલનાડુની પલાની હિલ્સ પર આવેલ છે જે મદુરાઇથી 120 કિમી દૂર આવેલ છે.
ઊટી ઊટાકામંડ – ઊટી એ ભારતના તામિલનાડુ રાજ્યમાં આવેલ નિલગિરી જિલ્લાનું જિલ્લા મથક છે. નિલગિરી પહાડીમાં આવેલ આ એક પ્રખ્યાત ગિરિમથક છે. આ ક્ષેત્ર પર પહેલા તોડા લોકોપ્નો કબ્જો હતો, અઢારમી સદીના અંતમાં આ ક્ષેત્ર ઈસ્ટ ઈંડિયા કંપનીના અધિકાર હેઠળ આવ્યો.. શહેર રેલ અને રસ્તા માર્ગે ભારતના અન્ય શહેરો સાથે જોડાયેલ છે, અને આના ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે