મુંબઈઃ ભાજપા રામ મંદિર સહિતના મહત્વના એજન્ડા ઉપર કામગીરી કરી રહી છે. હાલ દેશના અનેક રાજ્યોમાં ભાજપાની સરકાર છે, હવે ભાજપા દક્ષિણ ભારતમાં પોતાના સંગઠનને વધારે મજબુત બનાવવા માટે કામગીરી કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ મુસ્લિમ તુષ્ટીકરણના આક્ષેપોનો સામનો કરતા કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને તેમના નેતાઓ હિન્દુ ધાર્મિક સ્થળોના પગથિયા ઘસી રહ્યાં છે, રાહુલ ગાંધી સહિતના નેતાઓ મંદિરોના શરથે પહોંચ્યાં છે, બીજી તરફ તમિલનાડુમાં હવે ભાજપા ધીમે-ધીમે મજબુત બની રહ્યું છે, બીજી તરફ પોતાને ધર્મનિરક્ષેપ દર્શાવવા માટે તૃષ્ટિકરણની રાજનીતિ કરતા રાજકીય પક્ષો હવે હિન્દુ મંદિરોનું શરણ લઈ રહ્યાં છે. દરમિયાન તમિલનાડુની ડીએમકે સરકારે બે વર્ષમાં હજારો મંદિરની કરોડોની જમીન ઉપરનો કબજો મુક્ત કર્યો છે, એટલું જ નહીં મંદિરમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
ભારતમાં હવે વધુ એક રાજ્ય સરકાર ‘મંદિરના શરણે’ પહોંચી છે. તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની ડીએમકે સરકારે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં લગભગ 44,000 મંદિરોની 4,500 એકર જમીન પરનો કબજો મુક્ત કરાવ્યો છે. આ જમીનની કિંમત લગભગ 4200 કરોડ હોવાનું કહેવાય છે. આ સાથે રાજ્યના 11 મોટા મંદિરોમાં દર્શનાર્થે આવતા ભક્તોને નાસ્તા સહિતની સુવિધાઓ પણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ મંદિરોમાં પેરિયાપલયમ ભવાની અમ્માન મંદિર, પરમેશ્વરી મંદિર અને અન્નામલાઈ મંદિરનો સમાવેશ થાય છે. રાજ્યના આ 11 મંદિરોમાં દરરોજ 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે. ડીએમકે સરકારે મંદિરો દ્વારા સંચાલિત લગભગ 3,000 શાળાઓમાં મધ્યાહન પોષણ આહાર શરૂ કરાયો છે.
તમિલનાડુમાં શાસક ડીએમકે સરકાર, જે પોતાને ધાર્મિક તુષ્ટિકરણથી આગળ રેશનાલિસ્ટ ગણાવે છે, તે મંદિરો સંબંધિત મુદ્દાઓ પર રાજ્યમાં પગ જમાવવા માટે ભાજપ સહિત અન્ય દક્ષિણપંથી પક્ષોને કોઈ તક આપવા માંગતી નથી. 2021ની વિધાનસભા ચૂંટણીમાં 2.6 ટકા વોટ મેળવનાર ભાજપનો વોટ શેર 2022ની શહેરી સંસ્થાની ચૂંટણીમાં વધીને 5.41 ટકા થઈ ગયો હતો. પ્રથમ વખત ભાજપના 308 ઉમેદવારો જીત્યા હતા. ગત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના માત્ર 118 ઉમેદવારો જીત્યા હતા.
ડીએમકે સરકારે 1000 વર્ષ જૂના મંદિરોના જીર્ણોદ્ધાર માટે 340 કરોડ રૂપિયાનું ફંડ રાખ્યું છે. હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ વિભાગના મંત્રી શેખર બાબુએ નવીનીકરણ પ્રોજેક્ટ માટે એક અલગ ટીમની રચના કરી છે. જો કે કાંચીપુરમ મંદિરના મુખ્ય પૂજારી નટરાજ શાસ્ત્રીનું કહેવું છે કે મંદિરના કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. વાસ્તવમાં, ભાજપ, વિરોધ પક્ષો અને કેટલાક અન્ય હિન્દુવાદી સંગઠનો છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મંદિરની જમીન અને મંદિરની શાળાઓમાં સુવિધાઓ પર અતિક્રમણનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.