Site icon Revoi.in

ઉનાળો પુરો થવાની તૈયારી છે, ત્યારે કચ્છની મધૂર ગણાતી કેસર કેરીનું બજારમાં આગમન

Social Share

ભૂજ: ફળોમાં રાજા ગણાતી સુમધૂર એવી કેસર કેરીની આવક ઓછી હોવાને લીધે એના ભવા પણ વધુ હતા. એટલે ઘણાબધા લોકો મનભરીને કેરી ખાવાની મોજ માણી શક્યા નથી. સૌરાષ્ટ્રમાં સોરઠ પંથકની કેસર કેરીની તો સીઝન પણ પુરી થવાની તૈયારીમાં છે. ત્યારે હવે કચ્છની કેસર કેરીની આવક બજારમાં શરૂ થઈ ગઈ છે.  ઉનાળો પૂરો થવાને હવે 20થી 25 દિવસ બાકી નથી. ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે. કચ્છની કેસર કેરી પણ તલાળા-ગીરના જેવી જ મધૂર હોય છે.

અમદાવાદ સહિત મહાનગરોમાં કેરી બજારમાં કચ્છી કેસરનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે કેરીના પાકમાં ઘટાડાના કારણે બજારમાં કેરીની આવકમાં ઓછી થશે તો સાથે જ તેના ભાવ વધુ હોવાને લીધે લોકોને આર્થિક બોજો પણ પડશે. આ વર્ષે કચ્છમાં કેસર કેરીના પૂરતા વાવેતર છતાંય ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. કચ્છમાં કેસર કેરીના ખેડૂતોનો પાક 10 થી 30 ટકા જેટલો જ રહ્યો છે. પણ આ વર્ષે સરેરાશ 20 ટકા જેટલો માલ જ ઉતરતા કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. બજારમાં પણ કેસર કેરીના ભાવમાં ખાસો એવો વધારો જોવા મળશે.

ઉનાળો શરૂ થાય એટલે લોકો ફળોના રાજાનો સ્વાદ માણવા ઉત્સુક થાય છે. કેરીમાં પણ ગીર તાલાલાની કેસરના ચાહક જુદા, વલસાડની હાફૂસના ચાહક અલગ અને કચ્છી કેસર કેરીના રસિયાઓ તો ઉનાળાના અંત સુધી સારી ગુણવત્તાની કેરીની રાહ જોતા હોય છે. આ વર્ષે હવે કચ્છમાં ઉનાળો પૂરો થવાને હવે 20 દિવસ પણ બાકી નથી. ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે, જેથી ટુંક સમયમાં જ બજારમાં કચ્છી કેસરનો ધમધમાટ વધતો જોવા મળશે. કચ્છી કેસર કેરી તેના વિશેષ આકાર અને સ્વાદના કારણે જગવિખ્યાત બની છે જેથી તેને જી.આઇ. ટેગ પણ પ્રાપ્ત થયો છે. વિશ્વના અનેક ખૂણામાં વસતા લોકો ઉનાળો શરૂ થતાં જ કચ્છી કેસરની રાહ જોતા હોય છે. પણ આ વર્ષે કચ્છમાં કેસર કેરીના પૂરતા વાવેતર છતાંય ઉત્પાદનમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. કચ્છમાં કેરીના ખેડૂતોનો પાક 10 થી 30 ટકા જેટલો જ રહ્યો છે જેથી ખેડૂતો ચિંતિત થયા છે. તો દર વર્ષે એક એકરમાં સરેરાશ સાત ટન જેટલા ઉત્પાદન સામે આ વર્ષે એકથી ત્રણ ટન જ માલ ઉતાર્યો હોવાનું ખેડુતો કહી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે દાયકામાં કચ્છની કેસર કેરીના વાવેતરમાં માટે જ મબલખ વધારો થયો છે. કચ્છના દસ તાલુકામાં કુલ 10,600 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થયું છે, જેમાંથી દર વર્ષે સરેરાશ 1.17 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પણ આ વર્ષે સરેરાશ 20 ટકા જેટલો માલ જ ઉતરતા કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. તો બજારમાં પણ કેસર કેરીના ભાવમાં ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે.