Site icon Revoi.in

ઉનાળું મગફળીની આવક શરૂ થતાં જ સિંગતેલના ભાવમાં ઘટાડો, મોંઘવારીમાં લોકોને થોડી રાહત

Social Share

અમદાવાદઃ મોંઘવારીએ માઝા મુકી છે. જીવન-જરૂરિયાતની દરેક ચિજ-વસ્ચુના ભાવો રોજબરોજ વધતા જાય છે. ત્યારે છેલ્લા સપ્તાહથી સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થતાં લોકોએ થોડી રાહત અનુભવી હતી. સિંગતેલના ભાવમાં અઠવાડિયામાં 55 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડા થયા બાદ કપાસિયા અને સિંગતેલના ભાવમાં ડબ્બે 1000નો તફાવત જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં સિંગતેલની શરૂઆતની સીઝનથી જ ભાવમાં વધારો થઈ રહ્યો હતો. આ વખતે મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદ થયું હોવા છતાં સિંગતેલના ભાવમાં ઘટાડો થયો નહતો. એટલે કે, 2023 ના વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું હતું પણ પહેલીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં અઠવાડિયામાં 55 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડા થયા બાદ કપાસિયા અને સિંગતેલના ભાવમાં ડબ્બે 1000નો તફાવત જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટાભાગના પરિવારો સિંગતેલ બારેમાસનું ભરી લેતા હોય છે. પરંતુ આ વખતે સીઝનના પ્રારંભથી જ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી હતી. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ  યાર્ડમાં મળ્યા હતા.મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતાં સસ્તુ સિંગતેલ મળશે તેવી લોકોમાં આશા હતા પરંતુ સિંગદાણીની મોટાપાયે નિકાસ કરી દેવાતા મગફળીના ભાવ ઊંચા રહેતા સિંગતેલના ભાવમાં ઘટાડો થયો નહતો. દરમિયાન હવે માર્કેટ યાર્ડમાં ઉનાળું મગફળીની આવક પણ શરૂ થઈ છે. તેમજ કેટલાક ખેડુતો ખરીફ સિંઝનનો મગફળીનો સંગ્રહ કરેલા પાક પણ વેચાણ માટે લાવી રહ્યા છે. જો કે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ તે અલ્પજીવી હશે તેમ વેપારીઓ માની રહ્યા છે. કારણ કે  ઓઇલ મીલમાં મગફળી પીલાણ માટે આવવી જોઈએ તે આવતી નથી તેને કારણે આગામી દિવસોમાં સિંગતેલનો 15 કિલો નો ડબ્બો 3000 ને પાર પહોંચે તેવી વેપારીઓ શક્યતા દર્શાવી રહ્યા છે.