Site icon Revoi.in

તમારું બાળક ચાલતું થઈ જાય એટલે તમારે આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, બાળકની સેફ્ટી રાખો આ રીતે

Social Share
 નાના બાળકોને સાચવવા ખૂબ જ અઘરું કામ છએ,જ્યા સુધી ગોદડીમાં રહે તેવા બાળકો હોય ત્યા સુધી વાંધો એટલો નથી આવતો જેટલો તેઓ ચાલતા થાય છે ત્યારે ાવે છએ. સંભાળ લેવી માતાપિતા માટે સરળ નથી. સામાન્ય રીતે માતા-પિતા નવજાત શિશુને એક જગ્યાએ રાખીને ઘરનું બાકીનું કામ કરે છે, પરંતુ બાળક ચાલવા માંડે કે તરત જ માતા-પિતાએ દરેક સમયે સજાગ રહેવું પડે છે ચાલતુ બાળક ગમે ત્યારે મુસીબત લાવી શકે છએ જો તમે ઘધરમાં દરેક વસ્તુઓ સરખી મૂકતા નથી તો તેનાથી બાળકને નુકશાન થઈ શકે છે તો ચાલો જાણીએ જ્યારે બાળક ચાલતું થઈ જાય ત્યારે તમારે શું ધ્યાન આપવું જોઈએ.
મોટાભાગના લોકો બાળકોને ચાલતા શીખવવા માટે ઘરમાં વોકરનો ઉપયોગ કરે છે, પરંતુ બાળક ચાલતા શીખી જાય પછી વોકરને રૂમથી દૂર રાખો. આવી સ્થિતિમાં, બાળકને વોકર પર બેસવાની આદત પડી જાય છે અને તેની જાતે ચાલવાનો પ્રયત્ન ઓછો થઈ જાય છે.
તમારા કિચનમાં કે બેડરુમમાં કલર વાળી વસ્તુઓ કે ઘાર વાળી વસલ્તુ ઉપરની સાઈડ રાખો બાળકોના હાથ લાગી જાય છએ તો બાળકને નુકશાન થાય છે અને કલર વાળી વસ્તુઓથી ઘર બગડે છે અને બાળકની સ્કિન ખરાબ થાય છે.
ચાલતા શીખતી વખતે પ્રથમ વખત બાળકના શરીરનો ભાર પગ પર આવે છે, જેના કારણે બાળક યોગ્ય રીતે સંતુલન બનાવી શકતું નથી. આવી સ્થિતિમાં બાળકને આંગળી પકડીને ચાલતા શીખવો.
ચાલવાનું શીખતી વખતે, બાળક ઘણી વખત ઠોકર ખાય છે અને પડી જાય છે. આ કિસ્સામાં, તમે ફ્લોર પર સાદડીઓ અથવા કાર્પેટ ફેલાવી શકો છો. આના કારણે બાળકને ઈજા થવાનો ડર રહેશે નહીં અને બાળક ઝડપથી ચાલતા શીખી જશે.ઘરના હોલમાં ગાલીચો પણ પાથરી દો જેથી કરીને બાળક પડે તો પણ વાગે નહી.
બાળકને ચાલતાં શીખવવા માટે તમે રમકડાંની મદદ લઈ શકો છો. આવી સ્થિતિમાં, રમકડું બતાવીને, બાળકને તમારી તરફ બોલાવો. આનાથી બાળક વધુ ને વધુ ચાલવાની પ્રેક્ટિસ કરશે પણ આમ કરતી વખતે તમારી નજર સતત બાળક પર હોવી જરુરી છે જેથી બાળક પડી ન જાય અને ડરી પણ ન જાય