1. Home
  2. ગુજરાતી
  3. અસદુદ્દીન ઓવૈસીએ લાલુ-તેજસ્વીનું ટેન્શન વધાર્યું, AIMIMનું બિહારની 11 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન
અસદુદ્દીન ઓવૈસીએ લાલુ-તેજસ્વીનું ટેન્શન વધાર્યું, AIMIMનું બિહારની 11 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન

અસદુદ્દીન ઓવૈસીએ લાલુ-તેજસ્વીનું ટેન્શન વધાર્યું, AIMIMનું બિહારની 11 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન

0
Social Share

પટના: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ બિહારની 11 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેનાથી લાલુપ્રસાદ અને તેજસ્વી યાદવની પાર્ટી આરજેડી સહીત આખા મહાગઠબંધનની ચિંતા વધવાની છે.

ઓવૈસીની પાર્ટી બિહારની 40 લોકસભા બેઠકોમાંથી કિશનગંજ, અરરરિયા, કટિહાર, પૂર્ણિયા સહીતની 11 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે. રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો ધરાવતા મતક્ષેત્રોમાં એવૈસી ગત કેટલાક વર્ષોથી ખાસો પ્રભાવ જમાવવામાં સફળ જોવા મળ્યા છે.

કિશનગંજ બેઠક પરથી એઆઈએમઆઈએમના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય અખ્તરુલ ઈમામ ઉમેદવાર હશે. તેમણે કહ્યુ છે કે એઆઈએમઆઈએમએ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાની કોશિશ કરી છે. પરંતુ વાત નહીં બનતા નિરાશ થઈને એકલા જ ચૂંટણી લડવાનું એલાન કર્યું છે.

ઓવૈસીની પાર્ટી બિહારની જે 11 બેઠકો પરથી પોતાના ઉમેદવારોને ઉતારશે, તેમાં કિશનગંજ, અરરિયા, કટિહાર, પૂર્ણિયા, દરભંગા, બક્સર, ગયા, મુઝફ્ફરપુર, ઉજિયારપુર, કારાકાટ અને ભાગલપુર સામેલ છે. કિશનગંજથી અખ્તરુલ ઈમાન ચૂંટણી લડશે. તો કટિહારથી આદિલ હસનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અન્ય બેઠકો પર પણ પાર્ટીએ ઉમેદવારો લગભગ નક્કી કરી લીધા છે અને અસદુદ્દીન ઓવૈસીની મંજૂરી મળ્યા બાદ તેમના નામની ઘોષણા કરવામાં આવશે.

એઆઈએમઆઈએમના ધારાસભ્ય અખ્તરુલ ઈમાને બુધવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે તેમની પાર્ટીએ બિહાર અને દેશમાં સેક્યુલર વોટોના વિખરાવને રોકવા માટે ઘણી કોશિશ કરી. તેમનો ઈરાદો ગઠબંધનમાં સામેલ થવાનો હતો. પરંતુ આવું કંઈ થઈ શક્યું નહીં. તેમણે આરજેડીનું નામ લીધા વગર આરોપ લગાવ્યો કે તેમની પીઠમાં ખંજર ભોંકવામાં આવ્યું. તેમની પાર્ટીના ધારાસભ્ય તોડવામાં આવ્યા. તેમણે કહ્યુ કે તમામ પાર્ટીઓ ચાહે છે કે દલિત અને લઘુમતીઓના વોટ મળે, પરંતુ તેમને પ્રતિનિધિત્વ આપવા ઈચ્છતા નથી. આ દુખની વાત છે.

મહાગઠબંધનના વોટોમાં પડશે ગાબડું?

એઆઈએમઆઈએમના બિહારમાં ચૂંટણી લડવાના એલાન બાદ મહાગઠબંધનના નેતાઓની ચિંતા વધી છે. મુસ્લિમ બાહુલ્ય ધરાવતા સીમાંચલ વિસ્તરામાં ઓવૈસીની પાર્ટીનો ખાસો પ્રભાવ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં એઆઈએમઆઈએમએ આ ક્ષેત્રમાંથી પાંચ બેઠકો જીતીને સૌને ચોંકાવ્યા હતા. જો કે બાદમાં એઆઈએમઆઈએમના ચાર ધારાસભ્યો આરજેડીમાં સામેલ થયા હતા. આ સિવાય વિભિન્ન પેટાચૂંટણીઓમાં પણ એવૈસીએ આરજેડીના મુસ્લિમ વોટર્સને પોતાની તરફ ખેંચવામાં કેટલીક હદે સફળતા મેળવી હતી. બિહારમાં મુસ્લિમ સમુદાય લાલુ યાદવની આરજેડીનો કોર વોટર ગણાય છે. પરંતુ ગત કેટલાક વર્ષોથી ઓવૈસીએ લઘુમતી વોટર્સને પોતાની તરફ ખેંચવાનો ભરચક પ્રયાસ કર્યો છે. આનો ફાયદો તેમને આગામી લોકસભા ચૂંટણીમાં મળી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code