દાંતના દુખાવાથી લઇને મહિલાઓને પિરિયડ્સના દુઃખાવામાં અત્યંત ફાયદાકારક છે હિંગ
હિંગ વરિયાળીની પ્રજાતિનો છોડ છે. આ છોડ મૂળ ઈરાનનો છે. હિંગનો ઉપયોગ મોટે ભાગે ખોરાકનો સ્વાદ વધારવા અથવા ગેસની સમસ્યા દૂર કરવા માટે થાય છે. હિંગ લાંબા સમયથી આપણા પરંપરાગત રસોડાનો મહત્વનો ભાગ રહી છે. હિંગનો ઉપયોગ બિરયાનીથી માંડીને કઠોળ અને શાકભાજીમાં પણ થાય છે. હિંગની સુગંધ ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. આજે અહીં હિંગના ફાયદા અંગે જણાવવામાં આવ્યું છે.
બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ
હિંગ બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. હિંગમાં કુમારિન નામનું તત્ત્વ જોવા મળે છે. જેને કારણે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે જળવાય છે. હિંગમાં રહેલા ઔષધીય ગુણધર્મો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.
દાંતના દુઃખાવામાં રાહત
દાંતના ચેપ, પીડા અને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને દૂર કરવા માટે હિંગ ખૂબ જ ફાયદાકારક છે. હિંગમાં એન્ટીઓકિસડેન્ટસ જોવા મળે છે. જે ચેપ અને દુ:ખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક
હિંગનું પાણી મેટાબોલિઝમ વધારે છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થતી નથી અને
વજન ઘટે છે.
વિવિધ સંક્રમણને દૂર કરે
હિંગમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી વાઈરલ ગુણ હોય છે. જે ત્વચાના વિવિધ રોગોને દૂર કરવામાં મદદ કરે છે અને રિંગવોર્મ, ખરજવા, ખંજવાળ અને ચામડીના રોગોમાં પણ રાહત
આપે છે.
શરદી અને ઉધરસ મટાડે
એન્ટિ-વાઈરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મોને કારણે હિંગ ઉધરસ, અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી શ્વસન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે. હિંગ કફ અને શરદી-ઉધરસની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક છે. આ માટે તમે હિંગનાં પાણી કે હિંગને મધમાં મિશ્ર કરી ઉપયોગ કરી શકો છો.
પિરિયડના દુ:ખાવામાં રાહત
હિંગ પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે. જે લોહીના પ્રવાહને વધુ સરળ બનાવે છે અને પીડાને દૂર કરે છે. ગરમ પાણીમાં હિંગ પાઉડરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.