Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી કરનારા રાજ્યોમાં રાજસ્થાનની પણ એન્ટ્રી,અશોક ગેહલોત સરકારે કરી જાહેરાત

Social Share

જયપુર :પેટ્રોલ ડીઝલની કિંમત 100-110 રૂપિયાને પાર જતા ઘણા રાજ્યોએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ કરવાથી લોકોને આંશિક રાહત મળી છે આવામાં રાજસ્થાન પણ એ રાજ્યોની યાદીમાં જોડાયું છે જે રાજ્યોએ કિંમતમાં ઘટાડો કર્યો છે.

મંગળવારે રાત્રે 12 કલાકથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રમશઃ ચાર અને પાંચ રૂપિયા પ્રતિ લીટર ઓછા કર્યા છે. આ પહેલા કેન્દ્રએ દિવાળીના એક દિવસ પહેલા ત્રણ નવેમ્બરે પેટ્રોલ પર પાંચ રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

અશોક ગેહલોતે આ નિર્ણયની જાણકારી આપતા ટ્વીટ કર્યુ- આજે મંત્રીમંડળની બેઠકમાં પેટ્રોલ/ડીઝલ પર વેટના દરમાં ઘટાડો કરવાનો સર્વસંમત્તિથી નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ આજે રાત્રે 12 કલાકથી પેટ્રોલમાં 4 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 5 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થઈ જશે. તેનાથી રાજ્ય સરકારને 3500 રૂપિયાની વાર્ષિક આવકનું નુકસાન થશે.

જો એવું પણ જોવા મળ્યું છે કે,રાજસ્થાન-ગુજરાતની બોર્ડર પર રહેતા લોકોને રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ સસ્તી કિંમતે મળતું હોવાના કારણે તેઓ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ માટે આવતા હતા.