Site icon Revoi.in

અશોક ગેહલોતના હાથમાં હશે કોંગ્રેસ અધ્યક્ષની કમાન ! 26 સપ્ટેમ્બરે નોંધાવી શકે છે ઉમેદવારી

Social Share

જયપુર:કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈને રાજસ્થાનમાં હલચલ મચી ગઈ છે.સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર બની શકે છે.કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 26 સપ્ટેમ્બરે અશોક ગેહલોત ઉમેદવારી નોંધાવી શકે છે.અશોક ગેહલોતે મંગળવારે રાત્રે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે.

આજે ઉપાધ્યક્ષ જગદીપ ધનખડના સ્વાગત માટે મુખ્યમંત્રી આવાસ પર ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સ્વાગત ભોજન સમારંભ બાદ ધારાસભ્ય દળની બેઠક યોજાશે.એવી પણ માહિતી મળી રહી છે કે,મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારે દિલ્હી જવાના છે. તેઓ દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે.

જો કે મીડિયામાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રમુખ બનવાની વાતને પહેલા જ નકારી ચુક્યા છે. તમામ કોંગ્રેસીઓ રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ માટે મનાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી અધ્યક્ષ પદ લેવા માટે રાજી નથી.આવી સ્થિતિમાં કોંગ્રેસ પ્રમુખ પદ પર કોણ બેસશે તે અંગે અસમંજસની સ્થિતિ બની છે.