- અશોક ગહેલોતે અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી
- ટૂંક સમયમાં નામાંકન ભરવાની તારીખ જાહેર કરશે
જયપુરઃ- છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અધ્યક્ષપદને લઈને ચર્ચાઓનુ બજાર ગરમ જોવા મળી રહ્યું છે, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીના ઉત્સાહ વચ્ચે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ આ ચૂંટણીની હોડમાં હતા ત્યારે હવે તેમણે આ પદ માટે પોતાના નામની જાહેરાત કરી દીધી છે.
અશોક ગેહલોતે કહ્યું છે કે હું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડીશ તે હવે નિશ્ચિત છે. હું ટૂંક સમયમાં જ નામાંકન ભરવાની તારીખ જાહેર કરીશ. તેમણે કહ્યું કે દેશની વર્તમાન પરિસ્થિતિને જોતા વિપક્ષને મજબૂત કરવાની જરૂર છે.ઉલ્લેખનીય છે કે તેમના નામની ચર્ચાઓ પહેલાથી જ થઈ રહી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે એશોક ગેહલોતે પ્રમુખ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરતાં કહ્યું કે હું આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવીશ આ સાથે જ જણાવ્યું છે કે આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષની દાવેદારી નહી નોંધાવે
આ સાથે જ તેમણે મીડિયા સાથએની વાતચીત ગરમિયાન એમ પણ કહ્યું છે કે મેં ઘણી વખત રાહુલ ગાંધી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ અધ્યક્ષ બને. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ આ જ ઠરાવ પસાર કર્યો છે, પરંતુ તેમણે આ બાબતે સાફ ના કહી દીધી છે અને એમ પણ કહ્યું કે આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ વ્યક્તિ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં.