- ઓટો સેક્ટરમાં મંદી
- અશોક લેલેન્ડ 15 દિવસ સુધી બંધ રાખશે ઉત્પાદન
મારુતી અને હુંડઈ બાદ હવે દેશની મુખ્ય કોમર્શિયલ ઓટો સેક્ટરની નિર્માતા કંપની અશોક લેલેન્ડ આ મહીને 15 દિવસો સધી પ્રોડક્શન સાથે જોડાયેલું કામ બંધ રાખશે.
હિંદુજાની આ મુખ્ય કંપનીએ એક નિયામકીય માહિતીમાં કહ્યુ છે કે અમે પોતાના ઉત્પાદનના વેચાણને અનુરૂપ બનાવવા માટે વિભિન્ન સ્થાનો પર કંપનીના પ્લાન્ટ ઓક્ટોબર માસમાં 2થી 15 દિવસ સુધી ઉત્પાદનનું કામ કરશે નહીં.
સ્પષ્ટ છે કે ડોમેસ્ટિક વ્હીકલ ઈન્ડસ્ટ્રીમાં મંદીને કારણે ઘણી કંપનીઓ ઉત્પાદન ઓછું કરવા માટે બાધ્ય છે. ઘટતી કારોની માંગની અસર મીડિયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલના સેલ પર સૌથી વધારે પડે છે.
હિંદુજા જૂથની મુખ્ય કંપની અશોક લેલેન્ડની સપ્ટેમ્બરમાં કોમર્શિયલ વાહનોનું કુલ વેચાણ 55 ટકા ઘટીને 8780 વાહન થઈ ગયું. કંપનીએ એક વર્ષ પહેલા આ મહીનામાં 19374 વાહન વેચ્યા હતા.
અશોક લેલેન્ડે શેયર બજારને જણાવ્યુ કે ડોમેસ્ટિક માર્કેટમાં તેના કુલ કોમર્શિયલ વાહનનું વેચાણ 56.57 ટકા ઘટીને 7851 પર પહોંચ્યું હતું. જે સપ્ટેમ્બર 2018માં 18078 યુનિટ પર હતું.
તે દરમિયાન કંપનીના મધ્યમ અને ભારે કોમર્શિયલ વાહનોનું વેચાણ 69 ટકા ઘટીને 4035 વાહન થઈ ગયું. એક વર્ષ પહેલાનો આ મહીનાનો આ આંકડો 13056 યુનિટ હતો. તો હળવા વાણિજ્યિક વાહનોનું ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ 24 ટકા ઘટીને 3816 યુનિટ થઈ ગયું હતું, જે સપ્ટેમ્બર-2018માં 5022 વાહન પર હતું.