- આજે અશોક સરાફનો જન્મ દિવસ
- મરાઠી ફિલ્મથી એક્ટરને મળી સફળતા
- હમ પાંચ સિરિયલમાં કર્યું હતું કામ
મુંબઈ : ફિલ્મ કરણ અર્જુનમાં ભૂમિકા ભજવનારા અશોક સરાફને કોણ નથી ઓળખતું. અશોક લાંબા દાયકાથી મનોરંજનની દુનિયામાં કામ કરી રહ્યા છે. આજે આ નાયબ એક્ટરનો જન્મદિવસ છે. અશોકના પિતા ઇચ્છતા હતા કે તે અભ્યાસ પૂરો કરે અને નોકરી કરે, પરંતુ અશોકનું સ્વપ્ન કંઈક બીજું જ હતું. જોકે પિતાના સપના માટે અશોકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરી, પરંતુ આ નોકરી એકટરે લગભગ 10 વર્ષ સુધી કરી હતી. નોકરી કરતી વખતે પણ એક્ટિંગનું સ્વપ્ન તેની આંખોમાં જીવંત રહ્યું. આ જ કારણ છે કે, તે નોકરીની સાથે નાટકોમાં પણ ભાગ લેતા હતા.
અશોકે પોતાની કારકિર્દીની શરૂઆત મરાઠી લેખક વિષ્ણુ સખારામ ખાંડેકર દ્વારા લખાયેલી યયાતી પુસ્તક પર આધારિત નાટકથી કરી હતી. તે પછી તેણે ઘણા નાટકો કર્યા. અહીંથી જ તેને સફળતા મળવાનું શરૂ થયું. આ પછી તેનું કામ ફિલ્મ નિર્માતાઓ સુધી પહોંચવાનું શરૂ થયું અને ઘણા બધા ઓફર્સ આવવા લાગ્યા.
એક્ટરને સૌથી પહેલા મરાઠી ફિલ્મોમાં કામ કરવાની તક મળી. મરાઠી ફિલ્મોમાં પણ એક્ટરે ઘણી મહેનત બાદ સફળતા મળી. 1975 માં રિલીઝ થયેલી પાંડુ હવલદાર ફિલ્મમાં તેને પહેલી સફળતા મળી. તેની કારકિર્દીને આ ફિલ્મથી ઉડાન મળી. આ પછી તે ધીરે-ધીરે મરાઠી સિનેમાનું મોટું નામ બની ગયા.
અશોક સરાફ જ્યાં મરાઠી ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા હતા, ત્યાં હિન્દી સિનેમામાં પણ પ્રવેશ કર્યો હતો. જોકે, એકટરને હિન્દી સિનેમામાં તે સન્માન અને રોલ નહીં મળ્યા જેના તેઓ હકદાર હતા. 90 ના દાયકાના પ્રખ્યાત શો હમ પાંચને કોણ ભૂલી શકે. આ શોમાં અશોક નજરે પડ્યા હતા અને તેની કોમેડીને સારી પસંદ કરવામાં આવી હતી.