- ચીનની ચાલાકી આવી સામે
- બ્રિટનને ટાર્ગેટ કરવા ભારત પર સાધ્યુ નિશાન
- કહ્યુ કાશ્મીર સમસ્યા માટે બ્રિટન જવાબદાર
દિલ્લી: ચીન દ્વારા ફરી એકવાર ચાલાકી કરવામાં આવી છે જેમાં તેણે બ્રિટનને ટાર્ગેટ કરવા માટે ભારતના નામનો સહારો લીધો છે. તો વાત એવી છે કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા શુક્રવારે બ્રિટનના ઉપનેવિશવાદીઓ પર આરોપ લગાવવામાં આવ્યો કે તે લોકોએ ભારતમાં કાશ્મીરની રાજનીતિમાં ઝહેર મેળવ્યું છે. ચીન અત્યારે આડકતરી રીતે દાંવપેચ રમીને દૂનિયાના મોટા ભાગના દેશોને બ્રિટનની વિરુદ્ધ કરી રહ્યુ હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને તેમાં ભારતને પણ બ્રિટન વિરુદ્ધ સ્ટેન્ડ લેવા માટે ભડકાવી રહ્યું છે.
જો વાત કરવામાં આવે છેલ્લા કેટલાક સમયની તો બેઈજીંગ અને લંડન વચ્ચે હોંગકોંગ અને માનવઅધિકાર મુદ્દાઓને લઈને તણાવ વધી રહ્યો છે. ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની દાદાગીરી એટલી છે કે ત્યાં મીડિયાને પણ સરકારના ઈસારા પર નાંચવુ પડે છે.
ચીનની મીડિયા દ્વારા પણ એક લખવામાં આવ્યો અને તેમાં કહેવામાં આવ્યું કે જો બ્રિટિશ, ભારતને તેમના બ્રિટિશ સામ્રાજ્યના તાજનું સૌથી મોટું મણિ માને છે, જ્યારે તે પતન પામ્યું છે, તો તેમાં સૌથી મોટી અણબનાવ કાશ્મીરમાં આવી.
ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું કે બ્રિટિશ સામ્રાજ્યનું પતન થઈ ગયુ અને જતા પહેલા તેઓએ કાશ્મીરની રાજનીતિમાં ઝહેર ભેળવ્યું છે. જો કે પ્રવક્ત ઝાઓ પહેલા પાકિસ્તાનમાં ચીનના ઉપ-રાજદૂત તરીકે જવાબદારી નીભાવી રહ્યા હતા.
તે વાતમાં પણ કોઈ શંકા નથી કે ચીન સાથે કેટલાક દેશોના સંબંધ વણસ્યા છે અને હવે ચીન પાસે તેના ગરીબ મિત્ર પાકિસ્તાન સિવાય કોઈ બીજા અન્ય મોટા દેશનો સાથ નથી. જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે ચીન દ્વારા પાકિસ્તાનને એટલા માટે સહાય આપવામાં આવે છે કારણ કે તે ભવિષ્યમાં પાકિસ્તાનની જમીનનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરી શકે.