Site icon Revoi.in

એશિયા કપઃ ભારત, પાકિસ્તાન સહિત પાંચ ટીમ ઉપરાંત 6 ટીમ તરીકે હોંગકોંગનો સમાવેશ થયો

Social Share

નવી દિલ્હીઃ એશિયા કપ ટૂર્નામેન્ટને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 28મી ઓગસ્ટના હાઈપ્રોફાઈટ મેચ રમાશે. જેની ઉપર તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે.  આ સિરિઝમાં ભારત અને પાકિસ્તાન સહિત પાંચ ઉપરાંત છઠ્ઠી ટીમ હોંગકોંગ હશે. આમ એશિયા કપમાં છ ટીમ વચ્ચે સીરિઝ રમાશે. હોંગકોંગ ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને આ ટૂર્નામેન્ટની છઠ્ઠી ટીમ બની છે.

ભારતઃ રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ક્રિકેટ મેદાનમાં ઉતરશે. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાં ફોર્મ છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ પાસેથી સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ સિરીઝમાં નવો રેકોર્ડ પોતાના નામે કરશે.

પાકિસ્તાનઃ બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ટૂર્નામેન્ટમાં ઉતરશે. બાબર આઝમ સિવાય આસિફ અલી અને મોહમ્મદ રિઝવાન પાસેથી શાનદાર પ્રદર્શનની આશા રહેશે. 28મી ઓગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈપ્રોફાઈલ મેચ રમાશે.

હોંગ કોંગઃ હોંગ કોંગની ટીમે ક્વોલિફાઈંગ મેચમાં UAEની ટીમને 8 વિકેટથી હરાવીને એશિયા કપમાં સ્થાન મેળવી લીધું છે. હોંગકોંગ તરફથી ક્વોલિફાયર રાઉન્ડમાં યાસિમ મુર્તઝાએ સૌથી વધુ રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય બાબર હયાતે પણ પોતાના પ્રદર્શનથી ઘણા પ્રભાવિત કર્યા હતા.

અફઘાનિસ્તાનઃ અફઘાન ક્રિકેટ ફેન્સની નજર કેપ્ટન મોહમ્મદ નબી અને અનુભવી બોલર મોહમ્મદ નબી પર રહેશે. આ સિવાય ટીમને સ્પિન બોલર મુજીબ ઉર રહેમાન અને ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકી પાસેથી પણ સારા પ્રદર્શનની આશા રહેશે.

બાંગ્લાદેશઃ બાંગ્લાદેશની ટીમ તેમના કેપ્ટન શાકિબ-ઉલ-હસન પાસેથી સૌથી વધુ અપેક્ષા રાખશે. આ ખેલાડી પોતાની ઓલરાઉન્ડર ક્ષમતાથી રમત પલટી દેવામાં નિષ્ણાત માનવામાં આવે છે. આ ઉપરાંત ટીમને મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, મુસ્તફિઝુર રહેમાન, મેહદી હસન અને તસ્કીન અહેમદ પાસેથી પણ ઘણી આશાઓ હશે.

શ્રીલંકાઃ કેપ્ટન દાસૂન શનાકા પાસે શ્રીલંકન ટીમને સૌથી મોટી આશા છે. આ સિવાય કુશલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, વનિન્દુ હસરંગા અને મહેશ થીક્ષાનામાં મેચ પલટી દેવાની ક્ષમતા છે.