એશિયા કપઃ આજે ભારત અને શ્રીલંકાની થશે ટક્કર,આ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા ભારત માટે આજની મેચ છેલ્લી તક
- આજે ભારલત શ્રીલંકા સામે આપશે ટક્કર
- ભારત માટે આજે છેલ્લી તક
- આજની ચમેચ પર સૌ કોઈની નજર
દિલ્હીઃ એશિયાકપ 2022 ને લઈને દેશભરમાં ઉત્સાહ છે, જો કે પાકિસલ્તાન સામેની હાર બાદ ભારત પાસે હજી આજે છેલ્લી તક છે, જેને લઈને સૌ કોઈ મીટ માંડીને બેસ્યું છે, આજે ભઆરત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાનાર છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપમાં સુપર-4 રાઉન્ડની આ મેચ 6 સપ્ટેમ્બરે એટલે કે આજરોજ મંગળવારે રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની સુપર-4 મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારત માટે આ મેચ ટૂર્નામેન્ટમાં ટકી રહેવાની છેલ્લી આશા છે.. ટીમ ઈન્ડિયાએ જીતની સાથે નેટ રન રેટ પર પણ ઘણું ધ્યાન આપવું પડશે. આ મહત્વપૂર્ણ મેચમાં પ્લેઇંગ 11માં પણ કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.
સુપર-4ની પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાનના હાથે 5 વિકેટે કારમી હાર મળી હતી. આજની ટક્કર હવે રોહિત શર્મા અને સેના માટે પડકાર સાબિત થી શકે છે. આ મેચ જીત્યા બાદ જ ટીમની ટુર્નામેન્ટમાં રહેવાની આશા જીવંત બનશે. હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ રિષભ પંત પર ફરીથી વિશ્વાસ રાખે છે કે પછી તેની જગ્યાએ દિનેશ કાર્તિકને તક મળશે.આ સાથે જ આજની મેચ ખાસ હોવાને લઈને બોલિંગમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.