Site icon Revoi.in

એશિયા કપઃ ભારત-પાકિસ્તાન વચ્ચે 28મી ઓગસ્ટે દુબઈના સ્ટેડિયમમાં ક્રિકેટ જંગ જામશે

Social Share

નવી દિલ્હીઃ એશિયાકપ ઉપર સંકટના વાદળો ઘેરાયાં હતા. જો કે, આજે આઈસીસી દ્વારા એશિયા કરનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 28મી ઓગસ્ટે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ જામશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની જાહેરાત થતા ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ પછી 28 ઓગસ્ટ રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ પણ ભાગ લેશે તેમજ ક્વોલિફાયર ટીમ પણ એશિયા કપમાં રમતી જોવા મળશે. ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત-પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમનો સમાવેશ થાય છે. બી ગ્રુપમાં શ્રીલંકા-અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો છે.

શ્રીલંકામાં આર્થિક સંકટ ઉભુ થતા એશિયા કપ ઉપર સંકટના વાદળો છવાયાં હતા. તેમજ એશિયા કપ બાંગ્લાદેશ સહિતના દેશમાં રમાવવા અંગે પણ વિચારણા ચાલી રહી હતી. એશિયા કપની તમામ મેચ દુબઈ અને શારજહામાં રમાશે. 13મી સપ્ટેમ્બરના રોજ એશિયાકપની ફાઈલ રમાશે.