- પાકિસ્તાનનો કાશ્મીરથી ધ્યાન ભટકાવવા નવો કારસો
- ભારતથી 150 કિ.મી. દૂર પાકિસ્તાની નૌસેનાની કવાયત
- તાજેતરમાં પાકિસ્તાને ગઝનવી મિસાઈલનું કર્યું છે પરીક્ષણ
નવી દિલ્હી : કાશ્મીર પર ભારતના પગલાથી ગભરાયેલા પાકિસ્તાનને સમજમાં આવી રહ્યું નથી કે તે શું કરે અને શું નહીં. કાશ્મીરથી ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાને સમુદ્રમાં મૂવમેન્ટ શરૂ કરી છે. હિંદુસ્તાનથી માત્ર 150 કિલોમીટરના અંતરે પાકિસ્તાની નૌસેનાએ મોટી યુદ્ધ કવાયત શરૂ કરી છે.
પાકિસ્તાને આ વિસ્તારમાં જહાજો માટે ચેતવણી જાહેર કરી છે. પાકિસ્તાની નૌસેનાની કવાયતને કારણે કરાચીની આસપાસનો એરસ્પેસ ફરીથી બંધ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની નૌસેનાએ સોનમિયાની ફ્લાઈટ ટેસ્ટ રેન્જની ઉપર પણ એરસ્પેસ બંધ કર્યો છે. આ તે રેન્જ છે, જ્યાંથી તાજેતરમાં પાકિસ્તાને શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીનું પરીક્ષણ કર્યું હતું.
પાકિસ્તાનને એ ખબર છે કે તે સીધી જંગમાં ક્યારેય જીતી શકશે નહીં. તેથી એક તરફ તે આતંકવાદીઓની ઘૂસણખોરી માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, તો બીજી તરફ ફેક ન્યૂઝની મદદથી અફવા પણ ફેલાવામાં લાગેલું છે. પાકિસ્તાન સતત સોશયલ મીડિયા દ્વારા નકલી વીડિયો મેસેજ ફેલાવી રહ્યું છે અને તેનું ષડયંત્ર કાશ્મીરથી નગાલેન્ડ સુધી હિંસા ફેલાવવાની છે.
તો ઈમરાન ખાને એ પણ સ્વીકાર્યું છે કે દુનિયા આ મામલામાં તેમની વાત સાંભળી રહી નથી. તેમણે કહ્યુ છે કે તેમને અફસોસ છે કે કાશ્મીર મામલામાં દુનિયા ખામોશ છે. ઈમરાને કહ્યુ છે કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, યુરોપિયન અને મુસ્લિમ દેશોના શાસકોને કહી દીધું છે કે જો મોદીની વિરુદ્ધ ઉભા નહીં થાય તો તેની અસર આખી દુનિયા પર પડશે.