નવી દિલ્હીઃ નેપાળની ક્રિકેટ ટીમે મંગોલિયાની સામે એશિયન ગેમ્સમાં પોતાની પ્રારંભિક મેચમાં અનેક રેકોર્ડ બનાવ્યાં છે. નેપાળની ટીમે માત્ર 120 બોલમાં જ 314 રન ફટકાર્યાં હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર કોઈ ટીમે ટી20 મેચમાં 300થી વધારે રનનો સ્ટોર બનાવ્યો હતો. આઈસીસીએ પહેલા જ કહ્યું હતું કે, એશિયાઈ ગેમ્સની મેચને આંતરરાષ્ટ્રીય ટી20માં સમાવેશ થશે.
નેપાળની ટીમના બેસ્ટમેન દીપેન્દ્ર સિંહ એરીએ ભારતીય વિસ્ફોટ બેસ્ટમેન યુવરાજનો ટી20માં ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડ્યો હતો. યુવરાજસિંહે વર્ષ 2007માં ટી20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની સામે માત્ર 12 બોલમાં 50 રન બનાવ્યાં હતા. આ દરમિયાન યુવરાજસિંહે એક ઓવરમાં છ બોલમાં છ સિક્સર ફટકારી હતી. દીપેન્દ્ર સિંહ એરીએ માત્ર નવ બોલમાં અડધી સદી ફટકારી હતી. તેમણે 10 બોલમાં 52 રન બનાવ્યાં હતા. આમ 48 રન માત્ર સિક્સર ફટાકારીને કર્યાં હતા. કુશાલ મલ્લાએ ભારતના કેપ્ટન રોહિત શર્મા અને ડેવિડ મિલરને પણ પાછળ પાડીને ઝડપી સદી ફટકારી છે. કુશાલ મલ્લાએ માત્ર 34 બોલમાં જ સદી ફટકારી હતી. જ્યારે રોહિત શર્મા અને મિલરે 35 બોલમાં સદી ફટકારી હતી. મલ્લાએ આઠ ફોર અને 12 સિક્સર ફટકારી હતી. માત્ર 50 બોલમાં જ 137 રન બનાવ્યા હતા.
- ટી20 ક્રિકેટમાં સૌથી મોટો સ્ટોર
દેશ સ્કોર વિપક્ષી ટીમ વર્ષ
નેપાળ 314/4 મંગોલિયા 2023
અફઘાનિસ્તાન 278/3 તુર્કી 2019
ચેક ગણરાજ્ય 278/4 તુર્કી 2019
ઓસ્ટ્રેલિયા 263/3 શ્રીલંકા 2016
શ્રીલંકા 260/6 કેન્યા 2007