Site icon Revoi.in

એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી: ભારત ચોથી મેચમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે

Social Share

નવી દિલ્હીઃ ચીનના ઉલાનબરમાં એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન ભારત આજે તેની ચોથી મેચમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.15 વાગ્યાથી રમાશે.

ગઈકાલે ભારતે મલેશિયાને 8-1થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારત પોઈન્ટ ટેબલમાં નવ પોઈન્ટ સાથે ટોચ પર છે. પ્રારંભિક મેચોમાં ભારતે યજમાન ચીનને 3-0થી અને જાપાનને 5-1થી હરાવ્યું હતું. ટુર્નામેન્ટની સેમી ફાઈનલ 16 સપ્ટેમ્બરે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે.