Site icon Revoi.in

એશિયાનો સૌથી મોટો એર શો ‘એરો ઇન્ડિયા’ આજથી બેંગલુરુમાં શરૂ

Social Share

એશિયાનો સૌથી મોટો એર શો ‘એરો ઇન્ડિયા ‘ આજથી બેંગલુરુમાં શરૂ થવા જઈ રહ્યો છે. લોકો ઘરે બેસીને આ એર શોમાં ભાગ લઈ શકે છે. પ્રથમ વખત કોરોનાને કારણે વર્ચ્યુઅલ એન્ટ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે, એર શોની સાથો સાથ ત્યાં યોજાયેલ તમામ પ્રદર્શનો પણ ઘરે બેઠા જોઈ શકાય છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે એરો ઇન્ડિયાનું ઉદ્દઘાટન કર્યું. અને આ પછી ફ્લાઇંગ પાસ્ટ થશે, જેમાં દેશના સ્વદેશી એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ભાગ લેશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંયુક્ત સચિવ ઉષા પાઢેએ જણાવ્યું હતું કે, 5 ફેબ્રુઆરી સુધી ચાલતો આ શો પ્રથમ વખત હાઈબ્રીડ મોડેલ પર આધારિત છે. આમાં લોકોને વર્ચુઅલ એક્સેસની વ્યવસ્થા કરવામાં આવી છે. હમણાં સુધી લોકો ટીવી પર ફક્ત એર શો જ જોઈ શકતા હતા, અને ત્યાં લગાવેલ એક્ઝિબિશન ફક્ત ત્યાંના લોકો જ જોઈ શકતા હતા,જે ત્યાં હાજર રહેતા હતા.

આ વખતે દેશના કોઈપણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ જોઈ શકે છે. કોરોનાને કારણે આ વર્ષે એરો ઇન્ડિયામાં સામાન્ય લોકોની એન્ટ્રી નથી. ત્રણેય દિવસ બિઝનેસ ડે છે. આને કારણે પાછલા વર્ષો કરતાં લોકોની સંખ્યા ઓછી હશે. એરો ઇન્ડિયામાં સામેલ થનારા લોકોને કોરોનાની નેગેટીવ રીપોર્ટ દેખાડવી ફરજિયાત કરવામાં આવી છે.

સંયુક્ત સચિવ ઉષા પાઢેએ કહ્યું કે, આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક સેમિનારનું આયોજન કરશે, જેનો વિષય ધ ડાયનેમિઝ્મ ઓફ સિવિલ એવિએશન – મેકિંગ ઇન્ડિયા એન્ડ સિવિલ એવિએશન હબ છે. તેમાં એર લાઇન્સ, એરપોર્ટ, ડ્રોન્સ , આર એન્ડ ડી અને મેન્યુફેક્ચરીંગ જેવા વિષયો સામેલ હશે.

13 માં એરો ઇન્ડિયા શોમાં દેશ-વિદેશની 600 કંપનીઓ ભાગ લઈ રહી છે. તેમાં 14 દેશોની 78 કંપનીઓનો સમાવેશ કરવામાં આવશે. આ વર્ષે 203 કંપનીઓ તેમના શસ્ત્રો અને અન્ય સૈન્ય ઉપકરણોને વર્ચુઅલ સ્વરૂપમાં પ્રદર્શિત કરશે. વર્ચુઅલ હોવાને કારણે તેનું નામ હાઇબ્રીડ મોડ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે.

-દેવાંશી