નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ લીકર પોલીસે પ્રકરણમાં અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. બીજી તરફ તેમના આરોગ્યને લઈને કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે. દરમિયાન સીએમ કેજરિવાલે જેલ અધિકારીને પત્ર લખીને જેલસત્તાવાળાઓએ કોર્ટમાં કરેલી રજુઆત ખોટી હોવાનો આક્ષેપ કર્યો હતો.
અરવિંદ કેજરીવાલે તિહાર જેલ સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખ્યો છે. પત્રમાં સીએમએ કહ્યું છે કે, મેં અખબારમાં તિહાર પ્રશાસનનું નિવેદન વાંચ્યું છે. નિવેદન વાંચીને મને દુઃખ થયું. તિહારના બંને નિવેદન ખોટા છે. હું દરરોજ ઇન્સ્યુલિન માટે પૂછું છું. મેં ગ્લુકોઝ મીટર રીડિંગ બતાવ્યું અને કહ્યું કે દિવસમાં 3 વખત સુગર ખૂબ જ વધી રહી છે. સુગર 250 થી 320 ની વચ્ચે જાય છે. એઈમ્સના ડૉક્ટરોએ ક્યારેય કહ્યું નથી કે, ચિંતા કરવાની કોઈ વાત નથી. તિહાર પ્રશાસન રાજકીય દબાણ હેઠળ ખોટું બોલી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, તિહાર પ્રશાસનનું પહેલું નિવેદન છે કે અરવિંદ કેજરીવાલે ક્યારેય ઈન્સ્યુલિનનો મુદ્દો ઉઠાવ્યો નથી. આ સંપૂર્ણ જુઠ્ઠાણું છે. હું છેલ્લા 10 દિવસથી સતત ઇન્સ્યુલિનનો મુદ્દો ઉઠાવી રહ્યો છું, દિવસમાં ઘણી વખત તેને ઉઠાવું છું. જ્યારે પણ કોઈ ડૉક્ટર મને મળવા આવતા, ત્યારે મેં તેમને કહ્યું કે મારું સુગર લેવલ ખૂબ ઊંચું છે. મેં ગ્લુકો મીટરનું રીડિંગ બતાવ્યું અને કહ્યું કે દિવસમાં 3 વખત પીક હોય છે અને સુગર લેવલ 250-320 ની વચ્ચે જાય છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મેં કહ્યું કે ઉપવાસમાં શુગર લેવલ 160-200 પ્રતિ દિવસ છે. મેં દરરોજ ઇન્સ્યુલિન માંગ્યું છે. તો તમે આ ખોટું નિવેદન કેવી રીતે આપી શકો કે કેજરીવાલે ક્યારેય ઇન્સ્યુલિનનો મુદ્દો ઉઠાવ્યો નથી? તિહાર પ્રશાસનનું બીજું નિવેદન એ છે કે એઈમ્સના ડૉક્ટરે ખાતરી આપી છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. આ પણ સંપૂર્ણ જુઠ્ઠાણું છે. એઈમ્સના ડૉક્ટરે આવી કોઈ ખાતરી આપી ન હતી. રાજકીય દબાણ હેઠળ તમે ખોટા નિવેદનો આપ્યા તે બદલ મને ખૂબ જ દુઃખ છે. મને આશા છે કે તમે કાયદા અને બંધારણનું પાલન કરશો.