આસામ-અરૂણાચલ પ્રદેશઃ બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો થતા પૂરનું સંક્ટ ઉભુ થયું
- NDRF–SDRF અને વહીવટીતંત્રની ટીમો તૈનાત કરાઈ
- પૂરના સંકટને પગલે સ્થાનિક તંત્ર બન્યું સાબદું
નવી દિલ્હીઃ આસામ અને અરૂણાચલ પ્રદેશના અનેક વિસ્તારમાં બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારાથી પૂર જેવી સ્થીતીનું નિર્માણ થયું છે. તો વરસાદને કારણે આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રાજ્યના 17 જિલ્લા પૂર પ્રભાવિત છે. તો એક લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ભારે વરસાદને કારણે આસામ અને અરૂણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ સરકારે જાનહાનિ ટાળવા માટે NDRF, SDRF અને વહીવટીતંત્રની ટીમો તૈનાત કરી છે.
જ્યારે ઉત્તર ભારતમાં ઉત્તરાખડમાં વરસાદને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી કેટલાક દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 18 જુલાઈએ ઉત્તરાખંડ અને આજે હિમાચલ પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કુલ્લુમાં વાદળ ફાટવાતી 1 વ્યક્તિનું મોત નિપજ્યુ છે. તો ભારે વરસાદને પગલે કુલ્લુ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની ફરજ પડી છે. ઉપરાંત દક્ષિણ ભારતના દરિયાકાંઠાના ઓડિશા અને તેલંગાણામાં 19 જુલાઈ સુધી ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.
ઉત્તર-પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદને પગલે અનેક જિલ્લામાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેથી તંત્ર એલર્ટ બન્યું છે. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.