આસામના CM હેમંત બિસ્વા સરમાની જીભ લપસી- અમિત શાહને PM તો નરેન્દ્ર મોદીને ગૃહમંત્રી તરીકે સંબોધ્યા
- કઆસામના સીએમમે ગોટાળો માર્યો
- પ્રધાનમંત્રીને ગૃમંત્રી ગણાવ્યા
- ગૃહમંત્રી શાહને ગણાવ્યા પીએમ
મેઘાલયઃ- આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા છેલ્લા ઘણાસયમથી કોઈને કોઈ વાતને લઈને ચર્ચાનો વિષય બનતા જોવા મળી રહ્યા છે ત્યારે ફરી એક વખત તેઓ મીડિયાની હેડલાઈનમાં ચર્ચાનો વિષય બન્યા છે.તેમણે દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના હોદ્દાને લઈને ગોટાળો વાળ્યો હતો.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહને દેશના વડાપ્રધાન તરીકે અને પીએમ મોદીને ગૃહમંત્રી તરીકે સંબોધ્યા હતા. આસામના સીએમ હેમંત બિસ્વાના આ સંબોધનનો વીડિયો હવે આસામ કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે.
વીડિયો ટ્વિટ કરીને કોંગ્રેસ ભારે મજાક ઉડાવી છે, જેમાં કોંગ્રેસે કહ્યું છે કે ભાજપે દેશના આગામી વડાપ્રધાન તરીકે અમિત શાહની પસંદગી કરી લીધી છે. આસામ કોંગ્રેસે ટ્વિટ કરીને લખ્યું કે જ્યારે સર્બાનંદ સોનોવાલ આસામના મુખ્યમંત્રી હતા. ત્યારબાદ સાંસદ પલ્લબ લોચન દાસે કેબિનેટ મંત્રી હેમંત બિસ્વાને આસામના મુખ્યમંત્રી તરીકે ઘણા પ્રસંગોમાં સંબોધ્યા હતા. તો શું હવે બીજેપી એ નરેન્દ્ર મોદીને બદલે આગામી વડાપ્રધાનનો ચહેરો નક્કી કરી લીધો છે ? પીએમ તરીકે અમિત શાહનું પ્રચાર અભિયાન શરૂ થઈ ગયું છે. આ ઉદાહરણથી તો લાગે છે કે જીભ તો લપસી નથી ગઈ ને?
કોંગ્રેસપક્ષે વીડિયો કર્યો શેર
When @sarbanandsonwal Ji was the CM, MP @pallablochandas on several occasions referred to cabinet minister @himantabiswa ji as the CM in public!
Has #BJP decided its next @PMOIndia replacing @narendramodi Ji?
Or a campaign has been launched to promote @AmitShah ji as the PM? pic.twitter.com/BgqgbbajXC— Assam Congress (@INCAssam) May 10, 2022
જો કે, હેમંત બિસ્વાએ અમિત શાહને PM તરીકે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહ પ્રધાન તરીકે બોલાવ્યા તે અંગે ભાજપની સ્પષ્ટતા આવી છે. ભાજપે કહ્યું છે કે હેમંત બિસ્વાની જીભ લપસી ગઈ હતી અને તેણે ભૂલથી આવું કહ્યું હતું.